Only Gujarat

Bollywood

શાહરુખનો 22 વર્ષીય દીકરો મિસ્ટ્રી ગર્લ સાથે ક્યારેક શરમાયો તો ક્યારેક લગાવી દીધી ગળે!

મુંબઇ: આખી દુનિયામાં કોરોના વાયરસના કારણે લોકો ચિંતિત અને ભય હેઠળ જીવી રહ્યાં છે. આ વાયરસની ઝપેટમાં રોજ હજારો લોકો આવી રહયા છે. ભારતમાં પણ મહામારી બેકાબૂ છે. આ સ્થિતિમાં લોકો બિનજરૂરી ઘરની બહાર જવાનું ટાળી રહ્યાં છે. આ સમયમાં લોકો ઘરે હોવાથી સોશિયલ મીડિયા પર વધુ વ્યસ્ત રહે છે અને આ સમયે સેલેબ્સ સાથે જોડાયેલા કેટલાક કિસ્સા કહાણીઓ અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. હાલ શાહરૂખ ખાનના 22 વર્ષના દીકરા આર્યનની સાથે મિસ્ટ્રી ગર્લના કેટલાક ફોટો વાયરલ થયા છે. ફેન્સ તેમના આ ફોટોને જોઇને ક્રેઝી થઇ રહ્યાં છે. શાહરૂખ ખાને તેમના દીકરા આર્યન માટે ખૂબ ચોંકાવી દેતી વાત કહી હતી. હાલ આર્યન તેમના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.

વાયરલ થયેલા આ ફોટોમાં આર્યન મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળે છે. તે મિસ્ટ્રી ગર્લને ગળે લગાવી રહ્યો છે અને થોડો શરમાઇ રહ્યો છે. તો ક્યારેક હસતો જોવા મળે છે.

આર્યને યૂનિવર્સિટી ઓફ સદર્ન કેલિફોર્નિયાથી ફિલ્મ મેકિંગ અને રાઇટિંગનો કોર્ષ કર્યો છે. આ પહેલા તેણે ધીરૂભાઇ અંબાણી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. માનવામાં આવે છે કે તે બહુ જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. તેમને તેમના પિતા શાહરૂખ ખાનની હૂબહૂ કોપી માનવામાં આવે છે.

આર્યને ફિલ્મ ‘ધ લાયન કિંગ’માં સિંબા માટે અવાજ આપ્યો હતો. દર્શકોએ તેના અવાજની પ્રશંસા કરી છે. લોકોનું એવું પણ કહેવું છે કે તેનો અવાજ પણ તેના પિતા શાહરૂખ ખાન જેવો જ છે. શાહરૂખ ખાનને જણાવ્યું હતું કે, આર્યન ફિલ્મ મેકિંગમાં તેની કરિયર બનાવવા માંગે છે. ચર્ચા એવી પણ છે કે આર્યન હોલિવૂડમાં ડેબ્યૂ કરવા ઇચ્છે છે.

આર્યનમાં સ્ટારમાં હોવા જોઇએ તે બધા જ ગુણો છે. તે ખુદને ફિટ રાખવામાં ખૂબ ધ્યાન આપે છે. તેને બોલિવૂડમાં ટૂંક સમયમાં કરણ જોહર લોન્ચ કરી શકે છે.

શાહરૂખે આર્યનના અફેયર વિશે વાત કરતા જણાવ્યું હતું કે ,”મેં ક્યારેય મારા સંતાનોને તેમની પર્સનલ રિલેશનશિપ કે ડેટિંગ વિશે સવાલ નથી કર્યાં.” તેણે જણાવ્યું હતું કે, “હું ત્યાં સુધી પૂછીશ પણ નહીં જ્યાં સુધી તે મને ખુદ આવીને જણાવવાનું યોગ્ય નહીં સમજે” કદાચ ગૌરીને ખબર હોય કોને ડેટ કરી રહ્યો છે.

આર્યન ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે તેમના પાપાની ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં કામ કરી ચૂક્યો છે.

You cannot copy content of this page