Only Gujarat

Bollywood

બ્રેકઅપ બાદ પણ સુશાંત સિંહની પસંદ-નાપસંદનું ખાસ ધ્યાન રાખતી હતી પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે

મુંબઈઃ લોકોની સુવિધા માટે લોકડાઉન બાદ સરકારે અનલોકની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેમ છતાં, જાહેર જનતાની જેમ, બોલિવૂડ સેલેબ્સ પણ જ્યારે જરૂર પડે ત્યારે જ તેમના ઘરની બહાર નીકળી રહ્યા છે. આવી સ્થિતિમાં સેલેબ્સને લગતી ઘણી વાર્તાઓ, ફોટા અને થ્રોબેક વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે વિશે એક સમાચાર સામે આવ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અંકિતા સુશાંત સાથેના બ્રેકઅપ પછી પણ તેની પસંદ અને નાપસંદની ખાસ કાળજી લેતી હતી. ઉલ્લેખનીય છે કે સુશાંતે 14 જૂને તેના ઘરે ફાંસી લઇને આત્મહત્યા કરી હતી.

સુશાંતને પીળો રંગ પસંદ હતોઃ સુશાંત સિંહના અવસાન પછી તેમના જીવન સાથે જોડાયેલી અનેક બાબતો બહાર આવી રહી છે. ચાહકો તેમની પસંદગીઓ અને નાપસંદ તેમજ થ્રોબેક વીડિઓઝ અને ફોટાઓ જોઈને યાદ કરી રહ્યા છે.

આ દરમિયાન એવા પણ સમાચાર આવ્યા હતાં કે પીળો રંગ સુશાંત સિંહનો પ્રિય રંગ હતો અને અંકિતા, સુશાંતની પસંદગીના જ કપડાં પહેરતી હતી. જો એક્ટ્રેસના સોશ્યલ મીડિયા પર નજર કરવામાં આવે તો બ્રેકઅપ બાદ પણ અંકિતા ઘણી વખત યલો આઉટફિટ્સમાં જોવા મળી છે.

આજે પણ વોર્ડરોબમાં છે યલો આઉટફિટ્સઃ અંકિતાના કપડાઓ વિશે વાત કરીએ તો આજે પણ તેમાં ઘણા પીળા રંગના આઉટફિટ્સ જોવા મળે છે. તેના કપડામાં ઘણી પીળા રંગની સાડીઓ છે. અંકિતા સુશાંત સાથે બ્રેકઅપ કર્યા પછી તેની ખાસ મિત્ર સાથે ટ્રિપ પર ગઈ હતી.

આ સમય દરમિયાન પણ તેણે પીળા રંગનો સ્લિટ ડ્રેસ પહેર્યો હતો. વર્ષો પહેલા, તેણે એક બ્રાઇડલ ફોટોશૂટ કરાવ્યું હતું. આ પ્રસંગે પણ તે પીળા લહેંગામાં જોવા મળી હતી.

You cannot copy content of this page