Only Gujarat

Bollywood

આ એક કારણે 5 વર્ષ બાદ ગુજરાતની ‘સિંગર ક્વીન’ કિંજલ દવેની સગાઈ તુટી

શુક્રવારે ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટી ગયાના સમાચાર સામે આવ્યા હતાં. જેને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું. સગાઈ કેમ તુટી તેવી કારણ સામે આવ્યું છે જે ચોંકાવનારું છે. મહત્વની વાત એ છે કે, કિંજલ દવેએ પવન જોષીની સાથે તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામમાં ડીલિટ કરી દીધી છે. જોકે પવન જોષીના એકાઉન્ટમાં કિંજલ સાથેની ઘણી તસવીરો જોવા મળી રહી છે. નોંધનીય છ કે, પાંચ વર્ષ પહેલા કિંજલ દવે અને પવન જોષીની સગાઈ કરવામાં આવી હતી.

ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા તેની પાછળનું કારણ ખુબ જ ચોંકાવનારુ છે. પાંચ વર્ષ પહેલા પવન જોષી સાથે કિંજલ દવેની સગાઈ કરવામાં આવી હતી. એટલું જ નહીં કિંજલના ભાઈ આકાશની પવન જોષીની બહેન સાથે સગાઈ કરવામાં આવી હતી. એટલે એવું કહેવાય કે, કિંજલ અને તેના ભાઈનું સામા સામે અથવા સામા સાટુ કરવામાં આવ્યું હતું.

જોકે સાટા પદ્ધતિથી થયેલી આ સગાઈમાં પવનની બહેને અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા હોવાની માહતી સામે આવી છે. જેને કારણે કિંજલ દવેની સગાઈ તોડી નાખવામાં આવી હોય તેવી શક્યતા છે. જોકે હાલ આ અંગે કોઈ અધિકારીક માહિતી કિંજલ દવે કે કોઈ તરફથી આવી નથી. પરંતુ સુત્રો અનુસાર આ ઘટનાક્રમ સામે આવી રહ્યો છે.

કિંજલ દવેનો જન્મ વર્ષ 1999માં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. હાલ અમદાવાદમાં રહેતા કિંજલના પિતા લલીતભાઈ એક સમયે હિરા ઘસવાનું કામ કરતાં હતા. કિંજલના પિતાને હિરા ઘસવામાંથી જે આવક થતી તેમાંથી ઘરનું ગુજરાન ચાલતું હતું. આખો પરિવાર એક રૂમ રસોડાવાળા મકાનમાં રહેતો. ગરીબી એટલી હતી કે ઘરમાં આખા દિવસમાં 200 ગ્રામ દૂધ આવતું, જેમાંથી બે વાર ચા બનતી.

કિંજલના પિતા હિરા ઘસવાની સાથે ગીતો લખતા. કમનસીબે હિરાનો ધંધો ભાંગી પડતાં પરિવારની આવક બંધ થઈ ગઈ. પિતાએ સંગીત કાર્યક્રમમાં જઈને ગાવાનું શરૂ કર્યું. પિતાને ગાતા જોઈને કિંજલને પણ સંગીતમાં રસ જાગ્યો. સ્ટેજ પોગ્રામમાં કિંજલ પિતા સાથે જતી હતી. કિંજલે પણ ધીમે ધીમે સોસાયટીઓના પ્રોગામમાં ગાવાનું શરૂ કર્યું. કિંજલને પહેલો મોટો બ્રેક બાળપણમાં ‘જોનડિયો’ નામના લગ્નગીત આલ્બમમાં મળ્યો હતો. આ આલ્બમ ગુજરાતભરમાં હીટ રહ્યું હતું. ધીમે ધીમે કિંજલ દવે પોતાના અવાજના જાદૂથી છવાઈ જવા લાગી.

કિંજલ ભણવાની સાથે સ્ટેજ પ્રોગામ કરતી. કિંજલ દવેને પિતા ઉપરાંત મનુભાઈએ રબારીએ સપોર્ટ કરતાં તેનો સિતારો ચમકવા લાગ્યો. મનુભાઈ રબારીએ કિંજલને અનેક આલ્બમમાં ચમકવામાં મદદ કરી.  વર્ષ 2017માં ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીત ગાયું અને કિંજલ દવે રાતોરાત દરેક ગુજરાતીઓમાં જાણીતી બની ગઈ. આ ગીતથી કિંજલ દવેની કિસ્મત જ બદલાઈ ગઈ. ગુજરાતની સંગીતની દુનિયામાં કિંજલ દવેના નામના સિક્કા પડવા લાગ્યા. સ્ટેજ પ્રોગામ, ગરબા, ડાયરા કે સામાજિક પસંગમાં કિંજલની ડિમાન્ડ ખૂબ વધવા લાગી. કિંજલના કાર્યક્રમોમાં ભરચક પબ્લિક ઉમટવા લાગી.

હાલ કિંજલ દવે વર્ષે 200થી વધુ પ્રોગામ કરે છે. કિંજલ દવે કાર્યક્રમ દીઠ અંદાજે સરેરાશ 1થી 2 લાખ રૂપિયાની ફી લે છે. ગુજરાતમાં જ નહીં ગુજરાત બહાર વિદેશમાં પણ કિંજલ દવેનો ક્રેજ છે. કિંજલે અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા સહિતના દેશોમાં પોગ્રામ કર્યા છે.

કિંજલ દવેનું ફિલ્મમાં કામ કરવાનું સપનું છે. કિંજલ યુટ્યૂબ અને ટિકટોક પર પણ સક્રિય છે. કિંજલને ચહેર માતાજી અપાર શ્રદ્ધા છે. તે ગામડે આવેલા ચહેર માતાજીના મંદિર અવાર-નવાર દર્શન કરવા જાય છે. લાખો ચાહકોના દિલમાં રાજ કરનાર કિંજલ દવેએ એપ્રિલ 2018માં પવન જોશી સાથે સગાઈ કરી હતી. પવન મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે.

કિંજલના મંગેતર પવન જોષીના પિતાનો બિઝનેસ બેંગલુરુમાં હોવાથી વર્ષો સુધી તે ત્યાં જ રહ્યો હતો. પરંતુ છેલ્લા બે વર્ષથી તે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે. કિંજલ દવેએ 100થી વધુ ગુજરાતી આલ્બમમાં પોતાનો અવાજ આપ્યો છે.

કિંજલના દરેક ગીત યુટ્યૂબ પર રેકોર્ડબ્રેક વ્યૂ મેળવે છે. તેના વીડિયો જોનારાની સંખ્યા લાખોમાં હોય છે. કિંજલ દવે ગુજરાત બહાર પણ સ્ટેજ પોગ્રામ કરી પોતાના અવાજના જાદૂથી ગુજરાતીઓમાં આકર્ષણ ઉભું કર્યું છે. કિંજલ દવે આ વર્ષે અથવા આવતા વર્ષે લગ્ન કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. દિવસેને દિવસે કિંજલ દવેની લોકપ્રિયતા વધી રહી છે.

You cannot copy content of this page