Only Gujarat

Bollywood

પહાડી બોડીનો આરવ લાગે છે ખૂબ હેન્ડસમ, જુઓ અક્કીના લાડલાની નાની સાથેની તસવીરો

મુંબઈઃ અક્ષય કુમારનો દીકરો આવર અનેકવાર મીડિયાથી બચતો રહે છે. આરવ આમ તો લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે, પણ તેના નાની ડિમ્પલ કપાડિયા સાથે તેનું સારું બોન્ડિંગ છે. આરવ અનેકવાર તેમના નાની ડિમ્પલ કપાડિયા સાથે જોવા મળ્યો છે. થોડાં વર્ષ પહેલાં આરવ તેના નાની સાથે પ્લે ‘સલામ’ની પ્રિવ્યૂ ઇવેન્ટમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન આરવ બ્લૂ ડેનિમ અને શર્ટમાં જોવા મળ્યો હતો, જ્યારે તેની નાની ડિમ્પલ કપાડિયા ગ્રીન-બ્લૂ કલરની સાડીમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, આરવ અનેકવાર તેની નાનીના ઘરે પણ સ્પોટ થયો છે.

આરવ તેના પિતા અક્ષય કુમારની જેવી રીતે જ સ્પોર્ટ્સમાં એક્ટિવ છે, જેને લીધે તેનું કદ-કાઠી તેના પિતા જેવું છે. અક્ષય કુમારે એક ઇન્ટર્વ્યૂમાં દરમિયાન જણાવ્યું હતું કે, ‘આરવને એક્ટિંગમાં આવવાનો અત્યારે કોઈ શોખ નથી. જો આરવ ક્યારેક ફ્યૂચરમાં એક્ટિંગમાં આવવાનું વિચારશે તો તેને ખુદ મહેનત કરવી પડશે.’

આરવના ફોટો ઘણીવાર સોશિયલ મીડિયા પર આવે છે. થોડાં વર્ષો પહેલાં શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર સાથે પાર્ટીને લઈ ચર્ચામાં હતો. આ ઉપરાંત તેમના કેટલાક સેલ્ફી સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતાં, જેમાં તેના ફેમિલિ ફ્રેન્ડ્સને ગળે મળી અને કિસ કરતો જોવા મળ્યો હતો.

વર્ષ 2017માં પણ આરવ એક છોકરી સાથે પીવીઆરની બહાર જોવા મળ્યો હતો. બંને લગભગ ફિલ્મ જોઈ બહાર આવી રહ્યા હતાં. પણ જેવા જ આરવ અને તેના ફ્રેન્ડની નજર કેમેરા પર પડી તો તેણે પોતાનું મોઢું સંતાડી લીધું હતું.


આરવ ન માત્ર દેખાવમાં હેન્ડસમ છે પણ, તે અક્ષય કુમારની જેમ જ માર્શલ આર્ટિસ્ટ પણ છે. એટલે કે તે તેના પિતા કરતાં સારો એક્શન હીરો બની શકે છે. 14 વર્ષની ઉંમરમાં જ આરવે ફર્સ્ટ ડિગ્રી બ્લેક બેલ્ટ હાંસલ કર્યો હતો.

આરવ માત્ર 18 વર્ષના છે પણ તેમણે દરેક લોકો ફિલ્મોમાં જોવા માટે ઉત્સુક છે. જોકે, અત્યારે આરવના ડેબ્યુ અંગે ખાસ સમાચાર નથી. આરવનો જન્મ સપ્ટેમ્બર, 2002માં થયો હતો.

ફેબ્રુઆરી 2016માં અક્ષયે તેના દીકરા આરવનો ફોટો શેર કર્યો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના કાન ખેંચતાં જોવા મળ્યા હતાં. અક્ષયે ફોટો સાથે લખ્યું હતું કે, ‘એક પિતાની જિંદગીનું પ્રાઉડ મોમેન્ટ, જ્યારે વડાપ્રધાન તમારા દીકરાના કાન ખેંચે અને તેને કહે કે તે સારો છોકરો છે.’

અક્ષય કુમરા અને ટ્વિન્કલ ખન્નાના દીકરા આરવે જુહૂ સ્થિત ઇકૉલ મોંડિઆલે વર્લ્ડ સ્કૂલમાં સ્ટડી કર્યું છે. આ પછી આરવ આગળનું સ્ટડી ઇંગ્લેન્ડથી કરી રહ્યો છે.

You cannot copy content of this page