Only Gujarat

Bollywood

અનુપમાએ ખરીદી કરોડોની કિંમતની નવી કાર, આ ત્રણ લોકોનો માન્યો આભાર

ટીવીની દુનિયામાં હાલ એક વ્યક્તિનો ડંકો વાગી રહ્યો છે. જેના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. આ વ્યક્તિ એટલે અનુપમા. હાલ અનુપમાના રોલથી ઘરે ઘરે જાણીતી બનેલી રૂપાલી ગાંગુલીના ઘરે ખુશીનો પ્રસંગ આવ્યો છે.

અનુપમા એટલે રૂપાલી ગાંગલુએ એક નવી કાર ખરીદી છે. જેનો વીડિયો પણ તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. પોતાની મહેનતી કમાણીથી કાર ખરીદ્યા બાદ રૂપા ગાંગુલીના ચહેરા પર અલગ જ ખુશી જોવા મળી હતી.

રૂપાલી ગાંગુલીએ મર્સિડિઝ કંપનીની GLE 300d મોડલની કાર ખીરદી છે. આ કારની ઓન રોડ પ્રાઈઝ અંદાજે 1 કરોડ રૂપિયા છે. કારમાં એકથી એક ચડિયાતા ફીચર્સ છે.

કાર ખરીદતી વખતે રૂપાલી ગાંગુલી આખા પરિવાસ સાથે જોવા મળી હતી. રૂપાલીએ પહેલા કારની આરતી ઉતારી હતી. ત્યાર પછી તેના પતિએ નાળિયેળ વધેર્યું હતું. રૂપાલીએ બાદમાં કેક કાપી આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.

રૂપાલીના પતિ અશ્વિન વર્મા અને દીકરો રુદ્રાંશ તેમજ મમ્મી અને ભાઈ વિજય ગાંગુલી કાર લેવા સાથે ગયા હતા. કાર લીધા બાદ રૂપાલી ખુશીથી નાચતી જોવા મળી રહી છે.

રૂપાલીએ કારનો વિડીયો શેર કરતાં લખ્યું, “કૃતજ્ઞતા. જય મહાકાલ. મને સપના જોવાની હિંમત આપવા માટે આભાર. મારા સપનાને હકીકતમાં બદલવા માટે આભાર રાજન શાહી. રુદ્રાંશ વર્મા મારા સૌથી મોટા આશીર્વાદ અને સાકાર થયેલા સપના તારો પણ આભાર.”

You cannot copy content of this page