Only Gujarat

Bollywood

નવાબને સતાવી રહી છે માતાની ચિંતા, શર્મિલા ટાગોરે કહી એવી વાત કે તમને પણ લાગશે નવાઈ

મુંબઇઃ દેશ હાલમાં કોરોનાના કારણે નાજુક સ્થિતિમાં છે. કોરનાના કારણે આખા દેશમાં ડરનો માહોલ છે. જોકે, કોરોના પીડિતોની મદદ માટે સેલિબ્રિટિઝ આગળ આવ્યા છે અને કરોડો રૂપિયાનુ દાન કરી રહ્યા છે. ત્યારે સૈફઅલી ખાન પોતાની માતા શર્મિલા ટાગોરને લઇને ચિંતિત છે. તેમને ડર સતાવી રહ્યો છે. સૈફ હાલમાં દીકરા તૈમુર સાથે વધુ સમય પસાર કરી રહ્યો છે.

વાસ્તવમાં લોકડાઉન દરમિયાન સૈફ અલીની પત્ની કરીના કપૂર અને દીકરા તૈમુર અલી ખાન સાથે મુંબઇમાં પોતાના ઘરમાં આઇસોલેશનમાં છે. આ વચ્ચે પોતાની માતા શર્મિલા ટાગોરથી દૂર રહેવાના કારણે તેને પોતાની માતાને ખૂબ ચિંતા સતાવી રહી છે. નોંધનીય છે કે શર્મિલા હાલમાં દિલ્હીમાં છે.

મુંબઇ મિરર સાથેની વાતચીતમાં સૈફે કહ્યું કે, તેમની માતા શર્મિલા ટાગોર અને મોટી બહેન સબા ખાન દિલ્હીમાં રહે છે. આખા દેશમાં લોકડાઉન હોવાના કારણે તેઓ મળી શકતા નથી.

સૈફના મતે જે રીતે દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે, તેને લઇને તેને પોતાની માતાની ચિંતા સતાવી રહી છે.

સૈફએ કહ્યુ કે તેમણે માતા શર્મિલા સાથે વાત કરી. આ દરમિયાન તેમની માતાએ કહ્યું હતુ કે, મે આખી લાઇફ સારી રીતે જીવી છે, મને કોઇ વાતનો પસ્તાવો નથી.

સૈફના મતે તેને પોતાની માતાની ખૂબ ચિંતા સતાવી રહી છે.

સૈફ છેલ્લે જવાની જાનેમન ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેના સિવાય તબ્બૂ, ચંકી પાંડે અને અલાયા સાથે જોવા મળ્યો હતો.

તાન્હાજીઃ અનસંગ વોરિયરમાં સૈફની નકારાત્મક ભૂમિકા લોકોને ખૂબ પસંદ આવી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page