Only Gujarat

Bollywood TOP STORIES

TVના ‘હનુમાન’ની પુત્રવધૂ રશિયામાં ફસાઈ તો દીકરો દેશમાં આ સ્થળે, કહી કંઈક આવી વાત

મુંબઈઃ દેશની સ્થિતિ અત્યારે ખૂબજ નાજુક છે. કોરોનાના કારણે આખા દેશમાં લોકો ડરેલા છે. પીએમ મોદીના 21 દિવસના લોકડાઉન દરમિયાન બધા જ લોકો પોતપોતાના ઘરમાં રહીને કોરોનાને હરાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. સામાન્ય માણસોની વાત તો ઠીક, પરંતુ બોલિવૂડ સેલેબ્સ પણ ઘરમાં જ સમય પસાર કરી રહ્યા છે. આ દરમિયાન એવા પણ ઘણા લોકો છે, જેઓ લોકડાઉન સમયે વિદેશમાં હતા અને વિદેશમાં જ રહી ગયા છે.

ઘણાં સેલેબ્સ અત્યારે વિદેશમાં છે અને તેઓ આપણા દેશવાસીઓને ઘરમાં રહેવાની અને સુરક્ષિત રહેવાની અપીલ કરી રહ્યા છે.

આ દરમિયાન એવા પણ સમાચાર છે કે, વિંદૂ દારા સિંહ અત્યારે પંજાબમાં એકલા જ ફસાઇ ગયા છે, તો તેમની પત્ની અને દીકરી રશિયામાં છે.

એક એન્ટરટેનમેન્ટ વેબસાઇટ સાથેની વાતચીતમાં વિંદૂએ જણાવ્યું કે, તેમની પત્ની ડીના દીકરી સાથે રશિયામાં વેકેશન ગાળવા ગઈ હતી. ત્યાં લોકડાઉનની જાહેરાત થઈ ત્યારબાદથી બંને ત્યાં જ છે.

આ દરમિયાન કોઇ કામથી વિંદૂ પંજાબ ગયા હતા અને કામ પૂરું કરી મુંબઈ આવવાના હતા, પરંતુ લોકડાઉનની જાહેરાત થઈ ગઈ અને તેમણે ત્યાં જ રોકાઇ જવાનું નક્કી કર્યું.

વાતચીતમાં વિંદૂએ રશિયાની પરિસ્થિતિ વિશે પણ જણાવ્યું. તેમણે જણાવ્યું કે, આ આપણને અસહાય બનાવી દે તેવી પરિસ્થિતિ છે. મારી પત્ની તેના ફેમિલીને મળવા ઘણીવાર રશિયા જાય છે. દીકરી પણ સાથે જ હોય છે. તેઓ ત્યાં ગયાં એટલે મેં વિચાર્યું કે, પંજાબનાં કામ પતાવી દઉં. લોકડાઉનની જાહેરાત બાદથી હું મારા ભાઇના ઘરમાં જ છું. મારી પત્ની અને દીકરી રશિયામાં ફસાયેલાં છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, રશિયામાં ખૂબજ સ્ટ્રિક્ટ વાતાવરણ છે. સીસીટીવી કેમેરા લાગેલા છે અને જે પણ બહાર નીકળે તેને જેલમાં મોકલી દેવામાં આવે છે. એક મિનિટ પણ બહાર નીકળો તો ભારે-ભરખમ દંડ વસૂલવામાં આવે છે. આ બધુ ડરાવી દે તેવું છે, પરંતુ નિયમો છે, તે પાળવાના છે.

ઉલ્લેખનીય છે કે, માત્ર વિંદૂ દારા સિંહની પત્ની જ નહીં પરંતુ બીજાં પણ ઘણાં સેલેબ્સ આ જ રીતે વિદેશોમાં ફસાયેલા છે. સોનૂ નિગમ દુબઈમાં અને સિંગર મોનાલી ઠાકુર સ્વિટ્ઝરલેન્ડમાં છે. આ જ રીતે ‘યે હૈં મોહબ્બતે’ એક્ટ્રેસ અદિતિ ભાટિયા લોસ એન્જેલસમાં ફસાયેલી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page