Only Gujarat

Bollywood

આ એક્ટર્સ બન્યા બોલિવૂડના મોટા પરિવારના જમાઈ, કોણ-કોણ સામેલ છે?

બોલિવૂડ સ્ટાર તેમની ફિલ્મો ઉપરાંત પર્સનલ લાઇફને લીધે પણ ચર્ચામાં રહે છે. સામાન્ય લોકોની જેમ તેમનો પણ દરેક સંબંધ ખૂબ જ ખાસ હોય છે. અનેક એક્ટરોએ બોલિવૂડના મોટા પરિવાર સાથે સંબંધ જોડ્યો છે. આ લિસ્ટમાં અમિતાભ બચ્ચનથી લઈ સલમાન ખાન સુધીનો પરિવાર સામેલ છે. તો અમે તમને જણાવીએ એવા કેટલાક એક્ટર વિશે જે બોલિવૂડના મોટા ઘરના જમાઈ છે.

અતુલ અગ્નિહોત્રી, અલવીરા
અભિનેતા, નિર્માતા અને નિર્દેશક અતુલ અગ્નિહોત્રીએ સલમાન ખાનની બહેન અલવીરા સાથે લગ્ન કર્યા અને તે ખાન પરિવારના જમાઈ બની ગયા. અલવીરાના પિતા સલીમ ખાન છે. અતુલ, સલમાન ખાનને જીજાજી થાય છે.

શરમન જોશી, પ્રેરણા ચોપડા
શરમન જોશી તેમના કૉમિક ટાઇમિંગ માટે ફેમસ છે. તેમને ‘ગોલમાલ’ અને ‘3 ઇડિયટ્સ’ ફિલ્મથી બોલિવૂડમાંથી ઓળખ મળી હતી. ઓછા લોકોને ખબર હશે કે, શરમન જોશી અભિનેતા પ્રેમ ચોપડાના જમાઈ છે. પ્રેમ ચોપરાની દીકરી પ્રેરણા ચોપડા સાથે શરમને લગ્ન કર્યા છે. શરમન અને પ્રેરણાને એક દીકરી ખ્યાના અને બે જુડવા દીકરા આર્યન અને વિહાન છે.

નૈના બચ્ચન, કુણાલ કપૂર
‘રંગ દે બસંતી’ ફેમ અભિનેતા કુણાલ કપૂરે નૈના બચ્ચન સાથે લગ્ન કર્યા છે. નૈના અમિતાભ બચ્ચનની ભત્રીજી અને અજિતાભ બચ્ચનની દીકરી છે. આ રીતે કુણાલ અમિતાભના નાના ભાઈ અજિતાભના જમાઈ છે. નૈના અને કુણાલે લગભગ બે વર્ષ સુઘી ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતાં.

ફરદીન ખાન, નતાશા
ફરદીન ખાને 70ના દશકની સુપરહિટ અભિનેત્રી મુમતાજની દીકરી નતાશા સાથે વર્ષ 2005માં લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો છે. ફરદીન ખાને વર્ષ 1998માં આવેલી ફિલ્મ ‘પ્રેમ અગન’થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી.

કુમાર ગૌરવ, નમ્રતા દત્ત
અભિનેતા કુમાર ગૌરવે સુનિલ દત્તની દીકરી નમ્રતા દત્ત સાથે લગ્ન કર્યા છે. કુમાર ગૌરવ સંબંધમાં સંજય દત્તના જીજાજી થાય છે. બંનેને બે દીકરી સાચી અને સિયા છે. ઉલ્લેખનીય છે કે, કુમાર ગૌરવ દિગ્ગજ અભિનેતા રાજેન્દ્ર કુમારના દીકરા છે.

You cannot copy content of this page