Only Gujarat

Bollywood

કરિશ્મા કપૂરનો સંબંધ બચ્ચન પરિવારમાં નક્કી થયો ત્યારે જયાએ શું રાખી હતી શરત?

મુંબઈઃ કરિશ્મા કપૂર 46 વર્ષની થઈ ગઈ છે. બોલિવૂડમાં લોલોના નામથી ફેમસ કરિશ્માનો જન્મ 25 જૂન, 1974માં મુંબઈમાં થયો હતો. કરિશ્મા કપૂરે ગોવિંદા સાથે એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મો કરી હતી. આ વચ્ચે બચ્ચન ફેમેલીમાં તેમનો સંબંધ નક્કી થયો હતો પણ તે સમયે લગ્ન થયાં પહેલાં સંબંધ તૂટી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બંનેના લગ્ન તૂટવાનું કારણ જયા બચ્ચન અને કરિશ્મા કપૂરની મા બબિતા હતા.

અભિષેક-કરિશ્માના પ્રેમની શરૂઆત અભિષેકની બહેન શ્વેતા નંદાના લગ્ન પછી શરૂ થઈ હતી. શ્વેતાના લગ્ન કરિશ્માના ફઈના દીકરા નિખિલ નંદા સાથે થયા છે. લગ્ન દરમિયાન કરિશ્મા અને અભિષેક એકબીજાની નજીક આવ્યા હતાં.

આ દરમિયાન અભિષેકે તેમની ડેબ્યુ મૂવી ‘રેફ્યૂઝી’ મળી. કહેવામાં આવે છે, ફિલ્મની હીરોઈન કરીના કપૂર સેટ પર અભિષેક બચ્ચનને જીજૂ કહીને બોલાવતી હતી. રેફ્યૂઝી ફ્લોપ થયા પછી પણ અભિષેક બચ્ચનને કેટલીક ફિલ્મોની ઓફર મળી હતી, પણ તેમની કોઈ ફિલ્મ હિટ થઈ નહોતી.

આ દરમિયાન કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચનની સગાઈ થઈ ગઈ હતી. સાગાઈ પછી મીડિયામાં રિપોર્ટ આવ્યા કે, જયા બચ્ચન નથી ઈચ્છતી કે તેમની આવનારી વહૂ કરિશ્મા કપૂર લગ્ન પછી ફિલ્મોમાં કામ કરે.

બીજી બાજુ, કરિશ્માની મા બબિતાને અભિષેક બચ્ચન પસંદ નહોતો. તેનું એક કારણ એ પણ હતું કે, અભિષેકની ફિલ્મો સતત ફ્લોપ થઈ રહી હતી, જ્યારે કરિશ્મા તે સમયે ટૉપની હીરોઇન હતી.

બબિતાને તે વાતનો ડર હતો કે, ક્યાંક અભિષેક કરિયરમાં સફળ ન થયો તો શું થશે. આ પછી કરિશ્મા પણ તેની માના નિર્ણયનો વિરોધ કરી શકી નહી અને ફાઇનલી આ સંબંધ લગ્ન થયા પહેલા તૂટી ગયો.

અભિષેક બચ્ચને 2007માં એશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા હતા. તો, કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. જોકે, સંજય અને કરિશ્માએ અત્યારે છૂટાછેડા લઈ લીધા છે. સંજય કપૂરે પ્રિયા ચટવાલ સાથે ત્રીજા લગ્ન કરી લીધા છે.

સંજય કપૂર અને કરિશ્માને બે બાળકો દીકરી સમાયરા અને દીકરો કિયાન. કરિશ્મા અત્યારે સિંગલ મધર બની બંને બાળકોનું પાલનપોષણ ખુદ કરી રહી છે.

કરિશ્મા કપૂરે વર્ષ 1991માં આવેલી ફિલ્મ ‘પ્રેમકેદી’થી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેમણે ‘સપને સાજન કે’, ‘જિગર’, ‘અનાડી’, ‘રાજાબાબૂ’, ‘અંદાજ અપના અપના’, ‘ગોપી કિશન’, ‘કુલિ નંબર વન’, ‘સાજન ચલે સસુરાલ’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘જુડવા’, ‘હીરો નંબર વન’, ‘દિલ તો પાગલ હૈ’, ‘બીવી નંબર વન’, ‘હસીના માન જાયેગી’, ‘હમ સાથ સાથ હૈ’, ‘જાનવર’, ‘દુલ્હન હમ લે જાયેંગે’, ‘ફિઝા’, ‘જુબૈદા’, ‘એક રિશ્તા’, ‘ડેન્જરસ ઇશ્ક’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page