Only Gujarat

Bollywood

કાનમાંથી નીકળતું હતું લોહી, છતાં ઐશ્વર્યાએ પૂરું કર્યું હતું આ ફિલ્મના ગીતનું શૂટિંગ

મુંબઈ: શાહરુખ, ઐશ્વર્યા અને માધુરીની ફિલ્મ દેવદાસ બોલીવુડમાં બનેલી સારી ફિલ્મોમાંથી એક છે. ફિલ્મને જ્યાં વિવેચકોએ વખાણી, તો તેને અનેક મોટા અવૉર્ડ્સ મળ્યા છે. ફિલ્મમાં ઐશ્વર્યા અને માધુરી પર ફિલ્માવવામાં આવેલું ગીત ‘ડોલા રે ડોલા’ ખૂબ જ પોપ્યૂલર થયું હતું. જો કે એ વાત ઓછા લોકો જાણે છે તે આ ગીતના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યા ઘાયલ થઈ ગઈ હતી અને તેના કાનમાંથી લોહી નિકળવા લાગ્યું હતું.

ઐશ્વર્યા રાયે ફિલ્મમાં પારોની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મમાં માધુરી સાથે ડોલા રે ડોલા ગીત પર બંનેએ ખૂબ જ ગજબ ડાન્સ કર્યો હતો. જો કે, ડાન્સ દરમિયાન ઐશ્વર્યાએ કાનમાં ભારે ઝુમકા પહેર્યા હતા, જેના કારણે કાનમાંથી લોહી વહેવા લાગ્યું હતું. જો કે ક્રૂ મેમ્બર્સને બિલકુલ ખબર નહીં પડી કે મોટા ઝુમકાના કારણે ઐશ્વર્યાના કાન ખરાબ રીતે છોલાઈ ગયા છે અને કાનમાંથી લોહી નિકળી રહ્યું છે. જો કે આમ છતાં તેણે ડાન્સ કરવાનું ત્યાં સુધી બંધ ન કર્યું, જ્યાં સુધી તેણે શૂટ પુરું ન કર્યું.

સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ માટે આઉટફિટથી લઈને કોરિયોગ્રાફી અને સેટની સાજ સજ્જા સુધી, ખૂબ જ મોંઘું હતું. ફિલ્મના ગીતા ‘કાહે છેડે મોહે’ માટે માધુરી દીક્ષિતના આઉટફિટનું વજન ઓછામાં ઓછું 30 કિલો હતું. એ સાથે જ તેમના માટે ડાન્સ કરવું આસાન નહોતું. જણાવી દઈએ કે આ ગીતના શૂટિંગ દરમિયાન માધુરી ગર્ભવતી હતી. જો કે તો પણ તેમણે કોઈ ખચકાટ વગર શૂટિંગ પુરુ કર્યું હતું. ‘કાહે છેડે મોહે’ માટે તેણે ડિઝાઈનર અબૂ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલો ઘાઘરો પહેર્યો હતો. જેની કિંમત 15 લાખથી પણ વધુ છે.

2002માં આવેલી ફિલ્મ દેવદાસ 50 કરોડના બજેટમાં બની હતી. ફિલ્મના 6 સેટ બનાવવામાં જ 20 કરોડ રૂપિયા ખર્ચ થયા હતા. રિપોર્ટના પ્રમાણે સેટ પર 42 જનરેટર અને 700 લાઈટમેનની મદદથી 30 લાખ વૉટની વિજળી સપ્લાઈ કરવામાં આવતી હતી. ચંદ્રમુખી(માધુરી)ના કોઠા માટે બનાવવામાં આવેલા સેટ પર જ 12 કરોડનો ખર્ચ કરાયો હતો. એક રિપોર્ટ પ્રમાણે, હવેલીમાં પારોનો રૂમ બનાવવા માટે 1.22 લાખ ગ્લાસના ટુકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેની કિંમત 3 કરોડ હતી.

ફિલ્મમાં ચુન્ની બાબુનો રોલ જેકી શ્રોફે કર્યો હતો. પરંતુ, તેમના પહેલા આ રોલ મનોજ બાજપેયીને ઑફર થયો હતો. પરંતુ તેમણે કહ્યું હતું કે તેને સપોર્ટિંગ રોલ નથી કરવા. જણાવી દઈએ કે વર્ષ 2010માં એમ્પાયર મેગેઝીનની વિશ્વ સિનેમાની સર્વશ્રેષ્ઠ 100 ફિલ્મોની યાદીમાં દેવદાસને 74મું સ્થાન મળ્યું હતું. આ સાથે જ ટાઈમ મેગેઝીને તેને એ વર્ષે દુનિયાભરમાં રિલીઝ થયેલી તમામ ફિલ્મોમાંથી દેવદાસને શ્રેષ્ઠ ગણાવી હતી.

સિંગર શ્રેયા ઘોષાલે પણ દેવદાસથી જ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આગળ જઈને તેણે સંગીતની દુનિયામાં મોટું નામ કમાયું.

 

You cannot copy content of this page