Only Gujarat

International

15 વર્ષની ઉંમરથી જ આ મહિલાને ઉગે છે દાઢી, દેખાય છે આવી, જુઓ તસવીરો

PCOS એટલે કે Polycystic ovary syndrome એક એવી હોર્મોનલ સમસ્યા છે જે મહિલાને ટીનએજથી લઈને યુવાની સુધી પરેશાન કરે છે. આ દરમિયાન મહિલાના શરીરમાં અનેક અજીબોગરીબ ફેરફાર થાય છે. જેમાં વજન વધવાથી લઈને શરીનના અનેક હિસ્સાઓમાં અણગમતા વાળ આવવાનું પણ સામેલ છે. સાથે જ Polycystic ovary syndromeમાં મહિલાના શરીરમાં પુરુષોના હોર્મોન્સ પણ બનવા લાગે છે. ન્યૂયૉર્કમાં રહેતી 27 વર્ષની મહિલા PCOSથી છેલ્લા 8 વર્ષથી પરેશાન હતી. રોજ તેને બે વાર શેવ કરવું પડતું હતું. પરંતુ હવે તેણે પોતાની સ્થિતિને સ્વીકારીને દાઢી વધારવાનું શરૂ કરી દીધું છે. સૌથી મોટી વાત એ છે તે તે આ નિર્ણયને પોતાના જીવનનો સૌથી સારો નિર્ણય ગણાવી રહી છે. આવો જણાવીએ કેવી રીતે આ બીમારીમાં મહિલાની થઈ આવી હાલત.

ન્યૂયૉર્કના ધ બ્રોંક્સમાં રહેતી 27 વર્ષની એલ્મા ટોર્રેસને 15 વર્ષની ઉંમરનથી જ PCOS થઈ ગયું હતું. જે બાદ તેણે 8 વર્ષ શેવ, વેક્સ અને બ્લીચ કરીને કાઢ્યા. રોજ તેને દાઢી આવી જતી હતી. જેને છુપાવવા માટે શેવ કરવું પડતું હતું. હોર્મોન્સના કારણે તેના ચહેરા પર ખૂબ જ વાળ આવી જતા હતા. પહેલા તો શરમથી તેને છુપાવી. પરંતુ તેણે પોતાની હાલતનો સ્વીકાર કરીને દાઢી ઉગાડવાનો નિર્ણય લીધો.

ચાર વર્ષ પહેલા એલ્માએ દાઢી બનાવવાનું બંધ કર્યું અને ચહેરા પર પુરૂષોની જેમ દાઢી રાખવાનું શરૂ કરી દીધું. એલ્માએ પોતાની કહાની અન્ય મહિલાઓ સાથે પણ શેર કરી જેથી તે આ બીમારી સાથે સહજ થઈ શકે. એલ્મા પોતાનો અનુભવ જણાવે છે કે કેવી રીતે 15 વર્ષની ઉંમરમાં જ્યારે તેના ચહેરા પર દાઢી આવી ત્યારે તેના ક્લાસમેટ્સ તેમનો મજાક ઉડાવતા હતા. ત્યારે તેને ખરાબ લાગતું હતું. પરંતુ હવે તેણે પોતાની પરિસ્થિતિને અપનાવી લીધી છે.

એલ્માએ અન્ય મહિલાઓને પણ એ સુઝાવ આપ્યો છે કે આ તેમનું સત્ય છે. બીમારીના કારણે આવું થાય છે. અને તે કુદરતી છે. તેના કારણે ડીપ્રેશનમાં જવાના બદલે તેને અપનાવો. PCOSના કારણે મહિલાઓને ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે. એવામાં સમાજનું પ્રેશર તેને વધારે છે.

એલ્માએ ઈન્સ્ટાગ્રામ પર દાઢી સાથે પોતાના ફોટોસ શેર કર્યા છે. લોકોને તેનો આત્મવિશ્વાસ પસંદ આવ્યો. અનેક લોકો તેના વખાણ કરી રહ્યા છે. એલ્માએ કહ્યું કે તેમની સ્ટોરીથી જો કોઈ એક મહિલા શીખે તો તેમની જિંદગી સફળ છે. એલ્માએ કહ્યું કે તમારો આત્મવિશ્વાસ તમારી સાથે છે. જો તમારી સ્થિતિથી તમે ખચકાશો તો લોકો તમારો મજાક બનાવશે. એટલે તમારી સ્થિતિને સ્વીકારો અને ગળે લગાવી લો.

એલ્માએ કહ્યું કે તમારો આત્મવિશ્વાસ તમારા હાથમાં છે. જો તમારી હાલતથી તમે ખચકાશો તો લોકો તમારી મજાક બનાવીને તમારા પર હાવી થઈ જશે. એટલે જ તમારી સ્થિતિને સ્વીકારીને ગળે લગાવી લો.

 

You cannot copy content of this page