Only Gujarat

Bollywood FEATURED

સુશાંતસિંહ રાજપૂતની મોતને લઈને પેરાનોર્મલ એક્સપર્ટ સ્ટીવ હફે કર્યો સનસનીખેજ દાવો

સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ સોશિયલ મીડિયા પર નેપોટિઝમ અને જૂથવાદને લઈને ચર્ચાઓ બોલિવૂડમાં ચાલી રહી છે. ઘણી હસ્તીઓ અને યુઝર્સ કહે છે કે સુશાંત માટે સંજોગો સર્જાયા હતા કે તેને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી. આ કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે. પોલીસ રિપોર્ટ બાદ જ સુશાંતે આત્મહત્યા કેમ કરી તે જાણવા મળશે. દરમિયાનમાં પેરાનોર્મલ એક્સપર્ટ સ્ટીવ હફનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સ્ટીવનો દાવો છે કે તેણે સુશાંતની આત્મા સાથે વાત કરી છે. તેણે એક દિવસ પહેલા જ તેનો પહેલો વીડિયો બહાર પાડ્યો હતો. હવે આ સત્રનો બીજો ભાગ આવ્યો છે.

સ્ટીવ હફ એક મશીન દ્વારા આત્મા સાથે સંપર્ક કરવાનો દાવો કરે છે. તે કહે છે કે તેણે સુશાંતની આત્માને ઘણા પ્રશ્નો પૂછ્યા. સ્ટીવ જ્યારે પ્રશ્ન પૂછે છે, ત્યારે જવાબ મશીનમાંથી આવે છે. સ્ટીવ પૂછે છે ‘તમારા મૃત્યુ પહેલાં શું થયું?’ તેના જવાબમાં મશીનમાંથી એક અવાજ આવ્યો, “એક માણસ સાથે ઘણી માથાકૂટ થઈ હતી.”

સ્ટીવ આગળ પૂછે છે, ‘કોઈએ તમારી હત્યા કરી છે?’ જવાબમાં અવાજ કહે છે, ‘તેઓએ ખીલી ખરીદીને લાવ્યા હતા.’ સ્ટીવે દાવો કર્યો હતો કે સુશાંતે કહ્યું હતું કે તે જ્યાં છે ત્યાં ખૂબ જ સારી રીતે છે અને તેની પાસે એન્જલની જેમ બે પાંખો છે. સ્ટીવ જણાવે છે કે સુશાંતની સાથે અન્ય એક વ્યક્તિ પણ છે.

જ્યારે સ્ટીવ કહે છે કે ‘તમે કહ્યું કે, તે કોઈ સાથે ઘણી માથાકૂટ કરી, તો પછી શું થયું?’ મશીનનો જવાબ આવે છે કે ‘હવે બધું સમાપ્ત થઈ ગયું છે.’ સ્ટીવએ આગળ કહ્યું, ‘મારો પહેલો વીડિયો લાખો લોકોએ જોયો હતો. તેઓ તમને સાંભળવા માંગે છે. ‘આનો જવાબ આવે છે, ‘હું ફક્ત તમને જવાબ આપવા માંગુ છું.’

સ્ટીવે પહેલું સેશન 13 જુલાઈએ કર્યું હતું. યુટ્યુબ પર શેર કરેલા વીડિયોમાં સ્ટીવ સુશાંતને પૂછે છે, ‘તમને યાદ છે કે તમારું મૃત્યુ કેવી રીતે થયુ?’ સ્ટીવે સવાલ પૂછતાંની સાથે જ મશીનમાંથી અંગ્રેજીમાં અવાજ આવે છે, “અહીં રોશની છે, હફ, તેમને કહો કે મને રોશની મળી છે.

હવે આ લાઈટ ધીમી પડી રહી છે. તેઓ તમને જોઈ રહ્યા છે. હું ખરેખર ભગવાનને મળવા માંગતો હતો. તમે જાણો છો કે હું તેમને શું કહેવા માંગું છું. તેનો આત્મા ઠીક છે અને તે સ્વર્ગમાં છે. ‘ ઉલ્લેખનીય છેકે, સ્ટીવ 10 વર્ષથી આત્મા સાથે વાત કરવાનો દાવો કરે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page