Only Gujarat

Bollywood

‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના 3 હજાર એપિસોડ પૂરા, ચાહકો આ રીતે લીધી મજા

મુંબઈઃ ફેમસ કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’એ નવો કીર્તિમાન રચ્યો છે. 24 સપ્ટેમ્બરે આ સિરિયલના 3000 એપિસોડ પુરા થઈ ગયાં છે. આ સાથે જ આ ટેલિવિઝનના ઇતિહાસનો સૌથી લાંબો ચાલનારી સિરિયલ બની ગઈ છે. આ પહેલાં માત્ર ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ આ બાબતે નંબર વન પર હતી. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના અત્યાર સુધી 3206 એપિસોડ પુરા થઈ ગયા છે. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદીએ ખુદ આ વાતની માહિતી આપી છે. આ સમાચાર સામે આવતાં જ ફેન્સ હવે દયા બેનને પાછા લાવવાની વાત કરી રહ્યાં છે.

ફેન્સને સિરિયલના લીડ એક્ટર દિશા વકાણીની વાપસીની રાહ છે. દિશા વકાણી અઢી વર્ષ પહેલાંથી સિરિયલમાંથી મેટરનિટી લીવ પર છે, આ પચી તેમની વાપસી થઈ નથી.

આ પહેલાં રવિવારે સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદીએ ટ્વીટર દ્વારા ફેન્સને 3000 એપિસોડ્સ પુરા થયાની માહિતી આપતાં લખ્યું હતું કે, ‘પ્રિય અને આદરણીય દર્શકનો પરિવાર, અમે 24 સપ્ટેમ્બર 2020એ 3000 એપિસોડ પુરા કરી રહ્યાં છીએ’

અસિત મોદીના ટ્વીટ પછી ફેન્સ દયા બેન ઉર્ફે દિશા વકાણીને ફરી સિરિયલમાં જોવાની ઇચ્છા રાખે છે. એક યુઝરે લખ્યું કે, ‘તમને અને તમારી તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલની ટીમને 3000 એપિસોડ માટે ખૂબ ખૂબ શુભેચ્છા, પણ તમને વિનંતી છે કે, ગમે તે થાય દયા ભાભી અને જૂના સોઢીને સિરિયલમાં પાછો લાવો.’

આ ઉપરાંત કેટલાક યૂઝર્સે જૂના સોઢી અને સોનૂનો રોલ પ્લે કરનારની વાપસી માટે પણ પ્રોડ્યુસરને વિનંતી કરી છે. એક યૂઝરે નારાજગી વ્યક્ત કરતાં લખ્યું કે, ‘અભિનંદન સર, પણ આજકાલ કેટલાક લોકો બદલાવવાને લીધે તમારી સિરિયલ લોકો જોતા નથી, જેમ કે દિશા વકાણી પણ સિરિયલમાં નથી અને તમે સોઢી અને સોનૂને પણ બદલી દીધી છે.’

એક બીજા યૂઝરે કોમેન્ટ કરતાં કહ્યું, ‘ભાઈ પોપટના લગ્ન કરાવી દો હવે, સિરિયલ બોર કરી રહી છે. દયા બેનને પાછી લાવો.’

હાલમાં જ અંજલિ મહેતાનો રોલ પ્લે કરનારી નેહા મહેતાને રિપ્લેસ કરી સુનૈના ફૌજદારને લાવવામાં આવી છે. આ ઉપરાંત રોશન સિંહ સોઢીનો રોલ પ્લે કરનારા ગુરુચરણસિંહ સોઢીની જગ્યાએ બલવિંદર સિંહ જોવા મળી રહ્યો છે.

તો સિરિયલની લીડ એક્ટ્રસ દિશા વકાણી થોડાં સમય પહેલાં જ કમકેબ માટે શૂટિંગ પણ કર્યું હતું પણ, તે સિરિયલને વધારે સમય આપવા માગતી નથી. એવામાં મેકર્સ અને તેમના વચ્ચે વાત જામી નહીં. અત્યારે દરેક લોકો સિરિયલમાં દિશા વાકાણીને પાછી જોવા માગે છે.

24 સપ્ટેમ્બરે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના 3 હજાર એપિસોડ પુરા થઈ ગયા છે. આ દરમિયાન સેટ પર જલસો કરવામાં આવશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page