Only Gujarat

Bollywood

ડેટિંગ દરમિયાન શાહરૂખ ફોનમાં છોકરીનો અવાજ કાઢી ગૌરીના ભાઈને છેતરતો, જાણો રસપ્રદ કિસ્સાઓ

મુંબઈઃ કોરોનાનો કેર આખી દુનિયામાં છે. વિશ્વભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 12 લાખ કરતાં પણ વધુ થઈ ગઈ છે. મોટાંભાગના દેશ અત્યારે લૉકડાઉન છે. ત્યારે સામાન્ય લોકોની જેમ બોલિવૂડ સ્ટાર્સ પણ લૉકડાઉન દરમિયાન ઘરમાં કેદ છે. એવામાં બોલિવૂડ સ્ટાર્સ સાથે જોડાયેલાં અનેક રોચક કિસ્સા અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. જેમાંથી શાહરૂખ ખાન સાથે જોડાયેલો એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો શાહરૂખની લવ સ્ટોરી સાથે જોડાયેલો છે. આ કિસ્સો ખૂબ જ રોમેન્ટિક છે, કદાચ થોડાંક લોકોએ સાંભળ્યો હશે. ઉલ્લેખનીય છે કે, શાહરૂખ છેલ્લે ‘ઝીરો’ ફિલ્મમાં જોવા મળ્યા હતા અને અત્યારે તેમની પાસે કોઈ ફિલ્મની ઓફર નથી.

શાહરૂખ અને ગૌરીના પ્રેમમાં ધર્મની એક મોટી દિવાલ હતી. ગૌરીના પરિવાર સામે શાહરૂખ ખાન 5 વર્ષ સુધી હિન્દુ બનીને રહ્યા હતા. અંતે સત્ય સામે આવી ગયું અને ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી છેવટે ગૌરીના પરિવારવાળા સંબંધ માટે રાજી થઈ ગયા.

શાહરૂખ અને ગૌરી કૉલેજના દિવસોમાં પહેલીવાર દિલ્હીમાં મળ્યા હતા. બંનેને પ્રેમ થઈ ગયો અને 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું. બંનેએ 1991માં લગ્ન કરી લીધા જે પછી શાહરૂખ ખાને બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

શાહરૂખ ખાને એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતુ કે, પહેલીવાર તે ગૌરીને દિલ્હીના એક ક્લબમાં મળ્યા હતા. બંનેએ સાથે બેસીને કોલ્ડ ડ્રિંક પીધી અને તે ડેટ માત્ર 5 મિનિટ ચાલી હતી.

શાહરૂખ ખઆને જણાવ્યું હતું કે, કોર્ટશિપ દરમિયાન બંને લેન્ડલાઇન પર વાત કરતાં હતાં, જ્યારે તેમને ગૌરી સાથે વાત હોય ત્યારે તે ગૌરીને ફોન કરતાં હતા. ગૌરીનો ભાઈ વિક્રમ ફોન ઉઠાવતા ત્યારે શાહરૂખ છોકરીના અવાજમાં બોલતાં હતાં કે, ગૌરી સાથે વાત કરૂ શકાશે અને ગૌરીના ભાઈ તેમને છોકરી સમજી લેતાં હતા.

શાહરૂખ અને ગૌરી એકવાર નહીં પણ ત્રણવાર લગ્ન કર્યા હતાં. તેમના પહેલાં લગ્ન કોર્ટ મેરેજ હતાં. બીજા મુસ્લિમ રીતિ-રિવાઝથી નિકાહ થયા અને ત્રીજા લગ્ન પંજાબી રીતિ-રિવાઝમાં થયાં હતાં. શાહરૂખ ખૂબ જ પજેસિવ હોવાથી ગૌરી સાથે તેમનું બ્રેકઅપ પણ થયું હતું. શાહરૂખને પસંદ નહોતું કે ગૌરી કોઈ બીજા સાથે વાત કરે અને તેમની સામે વાળ ખુલ્લા રાખે. જેને લીધે ગૌરી કંટાળીને શાહરૂખથી દૂર થઈ ગઈ અને મુંબઈ જતી રહી હતી.

શાહરૂખ ખિસ્સામાં 10 હજાર રૂપિયા લઈ ગૌરીને મનાવવા મુંબઈ પહોંચી ગયા હતા. રેલવે સ્ટેશ, બેન્ચ અને ગલિમાં શાહરૂખને સૂવું પડ્યું અને ફાઈનલી ગૌરી તેને ગોરાઈ બીચ પર મળી ગઈ હતી. જે પછી બંને વચ્ચેનો ઝઘડો પૂરો થયો અને લગ્નનો નિર્યણ કર્યો હતો.

You cannot copy content of this page