Only Gujarat

Bollywood

લગભગ 100 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે ક્વીન કંગના રનૌત, વર્ષે કેટલી કરે છે કમાણી?

મુંબઈઃકંગના રનૌતને બોલિવૂડની ક્વીન કહેવામાં આવે છે. માત્ર 15 વર્ષના કરિયરમાં કંગનાએ રાષ્ટ્રીય પુરસ્કાર સહિત ઘણી પ્રતિષ્ઠિત ફિલ્મ સન્માન મેળવ્યા છે. કંગના રનૌતને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો છે. તો હવે એક નજર કરીએ કંગના રનૌતની મિલકત અને આવક વિશે.

કંગના રનૌતની મોટાભાગની કમાણી ફિલ્મ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી થાય છે. આ ઉપરાંત તેમને પોતાની ક્લોથિંગ લાઇન પણ છે જેનું નામ Vero Moda છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કંગના રનૌતની કુલ સંપતિ 13 મિલિયન ડૉલર એટલે કે 96 કરોડ રૂપિયા છે.

કંગના રનૌતની વાર્ષિક કમાણી લગભગ 7.5 કરોડ રૂપિયા છે. કંગના એક્ટ્રસ સાથે ફિલ્મ પ્રોડ્યુસર પણ છે.

કંગના રનૌત એક ફિલ્મ માટે 11 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે કંગના રનૌત 1થી 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

છેલ્લાં કેટલાક વર્ષમાં કંગનાની નેટવર્થ લગભગ 37 ટકા વધી છે.

કંગના રનૌતે રિઅલ એસ્ટેટમાં પણ ઘણાં રૂપિયા ઇનવેસ્ટ કર્યાં છે. મુંબઈમાં તેમની પાસે ભવ્ય રેસિડેન્સ અને પ્રોડક્શન હાઉસ છે.

હિમાચલના મનાલીમાં પણ કંગના રનૌત પાસે ખૂબ જ આલીશાન પ્રોપર્ટી છે.

કંગના રનૌતની કારની વાત કરીએ તો તેમની પાસે BMW 7 સિરીઝ અને મર્સિડિઝ બેન્ઝ JLE SUV છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page