Only Gujarat

FEATURED National

માતા પિયર ગઈ અને ભાઈ-પિતા મજૂરી કામ માટે ગયા અને પુત્રી પ્રેમી સાથે કરતી હતી આ કામ

લખનૌઃ કાનપુર દેહાતના ખનપના ગામમાં પિતાએ દીકરીની તેના પ્રેમીના ઘરમાં ઘુસીને કુહાડી વડે હત્યા કરી હતી. પ્રેમીએ વચ્ચે પડી પ્રેમિકાને બચાવવાનો પ્રયાસ કરતા તેની પણ ધોલાઈ કરી, યુવકના ગળા પર પગ રાખીને દબાવવાના કારણે તેની સ્થિતિ લથડી હતી. જેથી પોલીસે તેને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યો હતો. પોલીસે હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી કુહાડીને કબજે કરી આરોપી પિતાની ધરપકડ કરી હતી.

આરોપી પિતા વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામા આવ્યો છે. ઘટના સ્થળે પહોંચેલા એસપી કેશવ કુમાર ચૌધરી તથા એએસપીએ ઘટનાની તપાસ કરી હતી. ગજનેરના ખનપના ગમમાં શિવનાથની દીકરી બિટાન (19)નું પાડોશી રામ ખિલવાનના દીકરા અવધેશ સાથે અફેર હતું. તેનું મકાન સામે જ હતું. બિટાનની માતા સીમા દેવી 13 સપ્ટેમ્બરે પિયર ગઈ હતી.

ઘરમાં બિટાન ઉપરાંત તેની 2 નાની બહેન તથા નાનો ભાઈ હતો. પિતા અને મોટો દીકરો મજૂરી કરવા ગયા હતા. મંગળવાર રાતે 12 વાગે તે પરત ફર્યા તો બિટાન ઘરમાં નહોતી. રાતે તેની શોધખોળ કરી.

બુધવાર સવારે પિતાએ તેને પાડોશમાં રહેતા પ્રેમી સાથે જોઈ લીધો. જેના કારણે રોષે ભરાયેલો શિવનાથ કુહાડી લઈ અવધેશના ઘરમાં ઘુસી ગયો હતો.

અહીં તેણે કુહાડી વડે એક પછી એક પ્રહાર કરી દીકરીની હત્યા કરી હતી. આ દરમિયાન અવધેશે વચ્ચે પડી કુહાડી પકડવા જતા આરોપીએ તેની ધોલાઈ કરી હતી. તેને નીચે પાડી ગળા પર પગ મુકી તેને અધમરી હાલતમાં છોડી દીધો.

સૂચના મળતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યુવકને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો હતો. એસપી કેશવ કુમાર ચૌધરી, એએસપી અનૂપ કુમાર ફોરેન્સિક ટીમની સાથે ઘટના સ્થળે પહોંચ્યા. અધિકારીઓએ ગામવાસીઓ પાસેથી ઘટના અંગે માહિતી મેળવી.

એસઆઈ અમર સિંહે જણાવ્યું કે, રામ ખિલાવનની ફરિયાદ પર મૃતકાના પિતા શિવનાથ વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી હતી. આ સાથે હત્યા માટે વપરાયેલી કુહાડી કબજે કરી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page