Only Gujarat

Bollywood FEATURED

પહેલીવાર જુઓ ‘સિંઘમ’ની અભિનેત્રી કાજલ અગ્રવાલના લગ્નનો આખો આલ્બમ

મુંબઈઃ ફૅમશ એક્ટ્રસ કાજલ અગ્રવાલ શુક્રવારે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેમણે બિઝનેસમેન ગૌતમ કિચલૂ સાથે સાત ફેરા લીધા છે. લગ્નનું આયોજન મુંબઈની તાજ હોટેલમાં કરવામાં આવ્યું છે. કોરોના વાઇરસને લીધે કાર્યક્રમમાં પરિવારના સભ્યો અને કેટલાક નજીકના જ મિત્રો સામેલ થઈ શક્યા હતાં, પણ આ લગ્નને યાદગાર બનાવવા માટે કાજલ અગ્રવાલે કોઈ કમી રાખી નહોતી. અમે તમને બતાવીએ કાજલ અને ગૌતમનો વેડિંગ આલ્બમ.

લગ્નનો આ ફોટો વરમાળા પહેરાવ્યાં પછીનો છે. કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલૂના ચહેરાનું સ્મિત સ્પષ્ટ દર્શાવે છે કે, બંને એક બીજાના થઈને ખૂબ જ ખુશ છે.

લગ્નના આ ફોટોમાં કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલૂ એક સાથે સોફા પર બેઠેલાં જોવા મળી રહ્યાં છે. કાજલ મંત્ર બોલતાં પંડિતને જોઈ રાજી થઈ રહી છે. આ ફોટો જોઈ લાગી રહ્યું છે કે, ત્યાં કોઈ મજાકની વાત થઈ હશે.

આ તે ફોટો છે જેની રાહ કાજલ અગ્રવાલનાં ફેન્સ લાંબા સમયથી જોઈ રહ્યાં હતાં. ગૌતમ કિચલૂ સાથે ફેરા ફરતી કાજલ બલાની સુંદર લાગી રહી છે. તો હાથ પકડીને અગ્નિને સાક્ષી માની ફેરા લેતાં ગૌતમ આત્મવિશ્વાસથી ભરપૂર લાગી રહ્યો છે.

આ ફોટો ફેરા ફરતી વખતનો છે. જેમાં દુલ્હન બનેલી કાજલ અગ્રવાલ આ વખતે ગૌતમ કિચલૂનો હાથ પકડી આગળ ચાલી રહી છે. લાલ રંગનો લહેંગો કાજલની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો છે. તો શેરવાનીમાં ગૌતમ પણ હેન્ડસમ લાગી રહ્યો છે.

એકબીજાનો હાથ પકડેલાં પતિ-પત્નીનું સ્મિત ઝળકી રહ્યું છે. એક બીજાને નિહારતા ગૌમત કિચલૂ અને કાજલ અગ્રવાલ હવે સાત જન્મો માટે એકબીજાના થઈ ગયાં છે. અને તે સુંદર ફોટો તે વાતનો સાક્ષી છે.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે એક્ટ્રસની હલદી અને મહેંદીની રશમ થઈ હતી. આ પહેલાં કાજલના કેટલાક ફોટો સામે આવ્યાં હતાં. રિપોર્ટ્સ મુજબ, કાજલ અને ગૌતમના પરિજનોએ લગ્ન સિમ્પલ રીતે કરવાનો નિર્ણય લીધો હતો.

લગ્ન સાદી રીતે કર્યા છતાં તેમના ઘરમાં જશ્નનો માહોલ છે અને ગુરુવારે કાજલની મહેંદીની રશમ થઈ હતી. ઇન્સ્ટાગ્રામ પર કાજલે પોતાની મહેંદી સેરેમનીનો ફોટો શેર કર્યો હતો. જેમાં તે ગૌતમના નામની મહેંદી લગાવીને ખુશ લાગી રહી હતી. આ ફોટોમાં કાજલે લાઇટ ગ્રીન કલરનો સૂટ પહેર્યો હતો. જેની સાથે હેવી ઇયરિંગ્સ પણ કેરી કરી હતી. કાજલના આ ફોટો પર કોમેન્ટ્સ કરતાં તેની બહેન નિશા અગ્રવાલે કહ્યું કે, ‘મેં સદકે જાવા’

હલદી લગાવ્યા પહેલાં કાજલે મંગેતરના નામની હાથમાં મહેંદી લગાવી જોરદાર ડાન્સ કર્યો હતો. તેમનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. ડાન્સ કરતી વખતે કાજલે હાફ સ્લીવ્સનો પીળા રંગનો સૂટ પહેરી રાખ્યો હતો. એટલું જ નહીં એક હાથમાં ગોલ્ડન કલરની ચૂડી પણ પહેરી હતી અને ગોગલ્સ પણ પહેર્યાં હતાં.

કાજલ છેલ્લાં 16 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. તેમણે ફિલ્મ ‘ક્યોં હો ગયા ના’થી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. આ પછી તે સાઉથ ઇન્ડસ્ટ્રી તરફ વળી હતી. તે સાઉથની પોપ્યુલર એક્ટ્રસમાંથી એક છે. અત્યારે તે હિન્દી ફિલ્મોમાં પણ સારી ઓળખ ઊભી કરી ચૂકી છે. ‘મગધીરા’, ‘આર્યા 2’, ‘ડાર્લિંગ’, ‘મિસ્ટર પરફેક્ટ’, ‘વિવેગમ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી કાજલે વર્ષ 2019માં સ્વીકાર્યું હતું કે, તે એક એવા વ્યક્તિ સાથે લગ્ન કરશે, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો ના હોય.

You cannot copy content of this page