Only Gujarat

Bollywood FEATURED

ધર્મેન્દ્રના પુત્ર બોબીની પત્ની છે ખૂબ જ સુંદર, સુંદરતામાં અભિનેત્રીઓને આપે છે બરાબરની ટક્કર

મુંબઈઃ બોબી દેઓલ 52 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 27 જાન્યુઆરી, 1969માં મુંબઈમાં થયો હતો. ઉલ્લેખનીય છે કે, લાંબા સમય સુધી ફિલ્મોમાંથી દૂર રહ્યા પછી તેમણે સલમાન ખાન સાથે ફિલ્મ ‘રેસ 3’થી મોટો બ્રેક મળ્યો હતો. ઘણાં ઓછા લોકો જાણે છે કે, બોબીની લાઇફમાં એક એવો સમય પણ આવ્યો હતો, જ્યારે તેમની પાસે કોઈ ફિલ્મ નહોતી. આવા સમયે તે ઊદાસ થઈ ગયાં હતાં અને દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું. તે કોઈ વિશે વિચારતા નહોતાં. આવા મુશ્કેલ સમયાં તેમની પત્ની તાન્યાએ તેમનો જબરદસ્ત રીતે સાથ આપ્યો અને તેમને આ મુશ્કેલ સમયમાં એકલા પડવા ના દીધાં. તાન્યા અને બોબી દેઓલના લગ્ન વર્ષ 1996માં થયાં હતાં. ધર્મેન્દ્રના દીકરા બોબી દેઓલની વહુ ખૂબ જ સુંદર છે અને મોટા બિઝનેસમેન પરિવારમાંથી છે.

એક ઇન્ટરવ્યૂમાં બોબી દેઓલે તેમની પત્ની વિશે કહ્યું હતું કે, ‘હું ચાર વર્ષ કામ કરી શક્યો નહીં, કંઈ પણ સારું ચાલતું નહોતું, મારી પત્ની મને કહેતી હતી કે, તમારે પોતાનું વિચારવાનું છે, ખુદને જુઓ, કેવા દેખાવ છો, પણ ગમે તે થાય, મારી વાઇફને મારા પર વિશ્વાસ હતો.’

બોબીની લાઇફમાં એક સમય એવો પણ આવ્યો હતો, જ્યારે તેમને ઓળખવા પણ મુશ્કેલ થઈ ગયાં હતાં. બોબીએ સંઘર્ષના દિવસોમાં દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું અને દાઢી વધારી લીધી હતી. તેમની પાસે કોઈ ફિલ્મ પણ નહોતી.

એટલું જ નહીં બોબી દેઓલની દિલ્હીના એક નાઇટ ક્લબમાં DJ પણ બની ગયાં હતા. આવા મુશ્કેલ સમયમાં તેમની પત્ની તાન્યાએ તેમને ફાઇનાન્શિયલી ઘણી મદદ કરી હતી.

બોબીની પત્ની તાન્યા બિઝનેસમેન પરિવારમાંથી છે. તાન્યાનું ‘ધી ગુડ અર્થ’ના નામથી પોતાનો ફર્નીચર અને હૉમ ડેકોરેશનનો બિઝનેસ છે. ઘણાં બૉલિવૂડ સ્ટાર્સ અને બિઝનેસમેન તેમના ક્લાયન્ટ પણ છે.

તાન્યાએ વર્ષ 2005માં આવેલી ફિલ્મ ‘જુર્મ’ અને વર્ષ 2007માં આવેલી ફિલ્મ ‘નન્હે જૈસલમેર’ માટે કોસ્ચ્યૂમ ડિઝાઈન કર્યાં હતાં. આ સાથે જ ટ્વિન્કલ ખન્નના ‘વ્હાઇટ વિન્ડો’ સ્ટોરમાં તાન્યાએ ડિઝાઈન કરેલાં ફર્નીચર અને ઇન્ટેરિઅર ડેકોર એસેસરીઝમાં લાગ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, બોબી દેઓલ એક સમયે મુંબઈમાં ઇટાલિયન રેસ્ટરાંમાં બેઠા હતાં ત્યારે એક છોકરી તેમની સામેથી પસાર થઈ. બોબી દેઓલ તેમને જોઈ પોતાનું દિલ આપી બેઠા હતાં. તે છોકરી કોણ છે? જોકે, નસીબ સારું હતું કે તેમને એડ્રેસ મળી ગયું અને તે છોકરી બીજી કોઈ નહીં પણ તાન્યા જ હતી. પછી બંનેની મુલાકાત શરૂ થઈ અને વાત લગ્ન સુધી પહોંચી ગઈ.

જ્યારે બોબી દેઓલના પિતા ધર્મેન્દ્રને તાન્યા વિશે ખબર પડી તો તરત જ બંનેના લગ્ન કરાવી દીધાં. કપલને બે દીકરા આર્યમન અને ધરમ છે.

બોબી દેઓલે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1995માં ફિલ્મ ‘બરસાત’થી કરી હતી. આ પછી તેમણે ‘ગુપ્ત’, ‘ઔર પ્યાર હો ગયા’, ‘કરીબ’, ‘સોલજર’, ‘દિલ્લગી’, ‘બાદલ’, ‘બિચ્છુ’, ‘હમરાજ’, ‘જુર્મ’, ‘અપને’, ‘હમકો તુમસે પ્યાર હૈ’, ‘યમલા પગલા દીવાના’ સહિતની ફિલ્મમાં કામ કર્યું હતું.

You cannot copy content of this page