Only Gujarat

Bollywood FEATURED

‘તારક મહેતા…’ના ચંપક ચાચાએ હોટ મલાઈકા અરોરા સાથે કર્યો ડાન્સ અને….

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રસ મલાઇકા અરોરાની ફેન ફોલોઇંગ વિશે દરેક લોકો જાણે છે. મલાઇકાના ફેન બાળક, જવાન અને ઘરડાં લોકો પણ છે. જેનો નજારો હાલમાં જ ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના સેટ પર જોવા મળ્યો હતો. આ શૉના સેટ પર ટેલિવિઝનની સૌથી ફૅમશ સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની સ્ટારકાસ્ટ આવી હતી. અહીં બાપૂજીને મલાઇકા સાથે ડાન્સ કરતાં જોઈ ખુદ જેઠાલાલ પણ શરમાઈ ગયાં હતાં.

આ અઠવાડિયે ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરનાં સ્ટેજ પર ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમ આવશે. જેથી શૉમાં ફુલ ધમાલ જોવા મળશે. સિરિયલ સાથે જોડાયેલાં પ્રોમો વીડિયોમાં અત્યારે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાંથી એક વીડિયોમાં મલાઇકા અરોરા ‘બાપૂજી’ સાથે ડાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે.

બાપૂજીને મલાઇકા સાથે ડાન્સ કરતાં જોઈ જેઠાલાલ પણ ખુદ શરમાઈ જાય છે અને મોં છુપાવીને ઉભા થઈ જાય છે. જોકે, મલાઇકાએ માત્ર બાપૂજી નહીં પણ આ સિરિયલની આખી ટીમ જેઠાલાલ, પત્રકાર પોપટલાલ, મહેતા સાહેબ સહિતના દરેક લોકો સાથે ડાન્સ કર્યો છે, પણ બાપૂજી સાથે મલાઇકાએ કરેલો ડાન્સ ખૂબ જ ચર્ચામાં છે.

શૉમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખૂબ જ મસ્તી અને ધમાલ કરી. આ દરમિયાન શૉમાં નવી દયાબેન પણ જોવા મળી. ખરેખર તો એક કન્ટેસ્ટન્ટ રુતુજા ઝુનઝુનકર અહીં દયાબેન બનીને દરેક સામે આવી અને પર્ફોમન્સ આપ્યું હતું.

રુતુજાએ દયા ભાભીના અવાજમાં ‘એ હાલો’ કર્યું, તો મેક અસિત મોદી ખૂબ જ ઇમ્પ્રેસ જોવા મળ્યાં હતાં. નવી દયાને જોઈ અસિત મોદી બોલ્યાં ‘અમારી સિરિયલમાં આપી દો આ દયાભાભીને.’ આ પછી રુતુજા દયાભાભીની સ્ટાઇલમાં જેઠાલાલને ‘ટપૂ કે પાપા’ કહીને બોલાવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની આખી ટીમ પ્રોડ્યુસર અસિત મોદી સાથે પહોંચશે. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ઉપરાંત જેઠાલાલ, ડૉક્ટર હાથી, પોપટલાલ, બબીતા જી, માધવી ભાભી, મિસેસ હાથી સહિતના લોકો ખૂબ જ મસ્તી કરશે.

You cannot copy content of this page