Only Gujarat

Bollywood FEATURED

પ્રેગ્નન્સીના છેલ્લાં દિવસોમાં કરીના કપૂરનો ચહેરો થઈ ગયો છે ભરાવદાર, જોવા મળી અનેરી ચમક

મલાઈકા અરોરાની નાની બહેન અમૃતા અરોરાએ ગતરાત્રે તેનો બર્થડે ધૂમધામથી સેલિબ્રેટ કર્યો હતો. આ અવસરે તેમણે પોતાના ખાસ ફ્રેન્ડને આમંત્રિત કર્યા હતા. મલાઈકાએ તેની બહેનની બર્થ ડે પાર્ટીના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. એક ફોટોમાં મલાઈકા પ્રેગ્નેન્ટ કરીના કપૂરને કિસ કરવાનો પ્રયત્ન કરી રહી છે અને બેબો તેનાથી બચી રહી છે. આ દરમિયાન કરીના કપૂરના ગાલ પર ગુલાબી રંગત પણ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાને ખુલાસો કરતા કહ્યું હતું કે, ‘કરીના ફેબ્રુઆરી મહિનામાં તેના બીજા બાળકને જન્મ આપી શકે છે.’ જ્યોતિષ મુજબ આ વખતે કરીનાના ઘરે દીકરીનો જન્મ થશે.

મલાઈકાએ ઇન્સ્ટાગ્રામ પર આ બર્થ ડેના સુંદર ફોટો શેર કર્યા છે. જેમાં તે પોતાની બહેન અમૃતા અરોરા સાથે જોવા મળી રહી છે. આ ઉપરાંત તેમની બેસ્ટ ફ્રેન્ડ કરીના અને કરિશ્મા કપૂર પણ જોવા મળી રહી છે.

મલાઈકાએ ફોટો શેર કરી લખ્યું, ‘ચા, ચેટ અને ચાટ બર્થડે ગર્લ કે સાથ.’ ફોટો પરથી સ્પષ્ટ છે કે આ પાર્ટીમાં બધાએ જબરજસ્ત રીતે સેલિબ્રેશન કર્યું હશે. આ પાર્ટીમાં અમૃતાના ફેમસ ડ્રેસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા નતાશા પૂનાવાલાને પણ બોલાવ્યા હતા.

અમૃતા અરોરાની બર્થડે પાર્ટીમાં દરેક પ્રકારના ફ્રેન્ડે ખુબ જ એન્જોય કર્યું. આ અવસરે સોહેલ ખાનની પત્ની સીમા ખાન પણ જોવા મળી હતી.

દરેકે એક સાથે મળીને અમૃતાની બર્થડે પાર્ટીમાં ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે પોઝ આપ્યો હતો. આ ફોટોમાં મલાઈકા પ્રેગનેટ કરીનાની સાથે ખૂબ જ કોઝી થતી જોવા મળી રહી છે.

બર્થડે બેસમાં અર્જુન કપૂર પણ ખાસ રીતે પહોંચ્યો હતો. તેણે મલાઈકા સાથે વાતો કરી હગ કરતા જોવા મળ્યો હતો.

પાર્ટીમાં સામેલ થવા સંજય કપૂરની પત્ની મહીપ કપૂર અને સોહેલ ખાનની પત્ની સીમા ખાન એક સાથે પહોંચ્યા હતા.

અર્જુન કપૂર પાર્ટીમાં માથા પર બ્લેક કલરની કેપ અને ચહેરા પર માસ્ક પહેરીને પહોંચ્યો હતો.

આ અવસરે મલાઈકાનો દીકરો અરહાન ખાન પણ જોવા મળ્યો હતો. માસી અમૃતની બર્થડે પાર્ટીમાં સામેલ થવા તે તેની મમ્મી સાથે પહોંચ્યો હતો.

મલાઈકાના મમ્મી-પપ્પા પણ દીકરીના જન્મદિવસની પાર્ટીમાં સામેલ થયા હતા.

અમૃતાની પાર્ટીમાં સામેલ થવા મલાઈકા અરોરા, કરીના કપૂર અને કરિશ્મા કપૂર ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં પહોંચ્યા હતા.

You cannot copy content of this page