Only Gujarat

National

દીકરાની માનતા ઉતારીને પાછા ફરતા પરિવારને અકસ્માત, જેની માનતા હતી એનું મોત થયું

ગોપાલગંજના કુચાયકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના સાસામુસા NH 27 પર ઓવરબ્રિજ પાસે એક અનિયંત્રિત ટ્રકે માસુમ બાઇક સવાર સહિત ચાર લોકોને કચડી નાખ્યા. આ ઘટનામાં માતા-પુત્રનું દર્દનાક મોત નિપજ્યું હતું જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. આ બંનેને સારવાર હેતુસર સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં અર્જુન રામની પત્ની મમતા દેવી અને દોઢ વર્ષનો પુત્ર રિતેશ શામેલ છે. હાલ પોલીસે બંનેના મૃતદેહોને પોતાના કબ્જા હેઠળ લઈને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.


જો ઘટનાના સંદર્ભમાં વાત કરીએ તો એવું કહેવાય છે કે, યુપીના કુશી નગર જિલ્લાના શ્રી રામ મઠિયા ગામના રહેવાસી અર્જુન રામના લગ્ન માંઝા પોલીસ સ્ટેશન વિસ્તારના મડવા ટોલાની રહેવાસી મમતા સાથે વર્ષ 2017માં થયા હતા.


આ લગ્નના ત્રણ વર્ષ બાદ પણ તેમને કોઈ સંતાન નહોતું થતું, જેના કારણે મૃતક મમતાએ ઘર પાસે આવેલા કાલીમાતાના મંદિરે પુત્ર પ્રાપ્તિ માટે માનતા રાખી હતી. આ માનતા પૂરી કરવા માટે તે તેના મામાના ઘરે આવી હતી અને આજે તે તેના પિતરાઈ ભાઈ પંકજ કુમાર અને અંકુશ કુમાર સાથે બાઇક પર યુપીમાં તેના સાસરે જઈ રહી હતી.


પરંતુ, જેવી તે કુચાયકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના સાસામુસા પાસે પહોંચી ત્યારે ફૂલ સ્પીડમાં આવી રહેલા એક ટ્રકે બાઈકને ટક્કર મારી અને આ અકસ્માતમાં મહિલા અને તેના દોઢ વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું. મૃતકના બંને ભાઈઓને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેમને સદર હોસ્પિટલમાં સારવાર હેતુસર તુરંત ખસેડવામાં આવ્યા હતા.


આ ઘટના બાદ અકસ્માતના સ્થળે પહોંચેલી પોલીસે માતા-પુત્રના શબને તુરંત પોતાના કબજા હેઠળ લઈને પોસ્ટમોર્ટમ માટે તુરંત જ સદર હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી અને સ્પીડમાં ટ્રક ચલાવતા ચાલકને પોલીસે ધરપકડ કરીને કસ્ટડીમાં લીધો હતો અને તેનો ટ્રક પણ જપ્ત કરી લેવામાં આવ્યો હતો.

You cannot copy content of this page