Only Gujarat

National

ત્રણ જુવાનજોધ દીકરીઓ સહિત આખો પરિવાર જીવતો સળગી ગયો, રડાવી દેતી તસવીરો

એક બનાવે સૌ કોઈને રડાવી દીધા છે. એક સાથે આખો હસતો ખેલતો પરિવાર સાફ થઈ ગયો હતો. વેપારી પરિવારને સળગતા જોનાર લોકો પણ ધ્રુજી ઉઠ્યા હતા. પૂરપાટ ઝડપે આવતી કાર પુલિયા સાથે અથડાવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટના ઘટતા કારમાં એકાએક આગ ભડકી ઉઠી હતી. અકસ્માતમાં પતિ-પત્ની સહિત તેમની 3 પુત્રીઓના મોત થયા છે.

આ રડાવી દેતો બનાવ છત્તીસગઢનો છે. અહીંના ખૈરાગઢના ગોલબજારમાં રહેતા સુભાષ કોચર તેમની પત્ની કાંતિ કોચર અને ત્રણ પુત્રીઓ ભાવના કોચર, વૃદ્ધિ કોચર અને પૂજા કોચર સાથે લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયા હતા અને ત્યાંથી બપોરના 2 વાગ્યે અલ્ટો કારમાં પાછા ફરી રહ્યા હતા, પરંતુ રસ્તામાં સિંગરપુર ગામ પાસે કારમાં અચાનક આગ ભડકી ઉઠી અને આ પરિવારને પોતાનો જીવ બચાવવા માટેની કોઈ તક જ ના મળી. આ આકસ્મિક ઘટનાની જાણ થતા જ મોડી રાત્રે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સવારે ફોરેન્સિક ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવ

આ ઘટના અંગે ખ્યાલ પડતા જ તુરંત એક ગ્રામીણે પોલીસને જાણ કરી હતી. આ કારની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તે મૃત્યુ પામ્યા હતા. પોલીસે પાંચેય લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ પ્રારંભિક તપાસ સૂચવે છે કે, કાર ફૂલ સ્પીડમાં આવતી હતી અને પુલ સાથે અથડાયા બાદ કાર પલટી ખાઈ ગઈ હતી અને ત્યારબાદ તેમાં આગ લાગી હોય શકે.

હાલ પોલીસ આ આકસ્મિક ઘટના અંગે તપાસ કરી રહી છે. શુક્રવારે સવારથી ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આ ઘટના અંગે સચોટ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

સુભાષ કોચર ખૈરાગઢના મોટા વ્યાપારી હતા. તેમનો ત્યાં સાયકલનો મોટો શોરૂમ છે. તેમની ત્રણ પુત્રીઓની ઉંમર 20 થી 25 વર્ષની હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ડ્રાઈવરને ઊંઘ આવી જવાને કારણે કાર બેકાબૂ થઈને પુલિયા સાથે અથડાઈ હશે. આ અથડામણ બાદ કારને ખૂબ જ નુકસાન થયું હતું અને તે પછી તેમાં આગ લાગી હતી. મુખ્યમંત્રીએ આ આકસ્મિક ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.

You cannot copy content of this page