Only Gujarat

FEATURED National

આ ચાર બાળકોની કહાની સાંભળી ભલભલા લોકોનું કાળજું કંપી ઉઠશે

જનપદના એક ગામમાં ભુખમરીની કગાર પર પહોંચેલા ચાર બાળકોની કહાની સાંભળી તમારું પણ કાળજું કંપી ઉઠશે. રિપોર્ટ પ્રમાણે આ બાળકોને જન્મ આપનારી માતા અંદાજે ત્રણ વર્ષ પહેલા જ ગરીબીને કારણે તરછોડીને જતી રહી હતી ત્યારબાદ પિતાએ આમતેમ કરી પાળી રહ્યાં હતા પરંતુ લોકડાઉન દરમિયાન પિતાનું પણ મૃત્યુ થઇ ગયું. આથી હવે આ બાળકો દર દર ઠોકર ખાઇ રહ્યાં છે. જો કે મીડિયામાં સમાચાર આવતા જ કેટલાક સમાજસેવી સંસ્થાઓ તથા સરકારી અધિકારીઓએ આ બાળકોની મદદ માટે હાથ લંબાવ્યો છે.

આ ઘટના રોહતાસના તિલૌથુ પ્રખંડના કોડર ગામની છે. આ ચાર બાળકોને જોઇ દરેક વ્યક્તિ બે ઘડી વિચારવા મજબૂર થઇ રહ્યાં છે. માત્ર 9 વર્ષથી લઇને 4 વર્ષ સુધીના ચાર ભાઇ-બહેનોને 3 વર્ષ પૂર્વે ગરીબીના કારણે માતા છોડીને જતી રહી અને લોકડાઉનમાં પિતાનું મૃત્યુ થઇ ગયું. હવે આ બાળકો અનાથ થઇ ગયા અને ભુખમરીની કગાર પર આવી ગયા. કોડર ગામમાં રહેતા સુરેન્દ્ર મિશ્રનું ગત મહિને 23 મેના રોજ નિધન થઇ ગયું ત્યારબાદ આ બાળકો અનાથ થઇ ગયા. કહેવામાં આવી રહ્યું છએ કે ત્રણ વર્ષ પહેલા તેમની માતા અચાનક ક્યાંક જતી રહી પછી પરત ફરી નહીં. ત્યારથી મજૂર પિતા આ ચાર બાળકોની દેખભાળ કરી રહ્યાં હતા. પરંતુ લોકડાઉનમાં કામ ન મળવાને કારણે સુરેન્દ્ર મિશ્ર બીમાર થવા લાગ્યા અને અચાનક 23 મેના રોજ તેમનું મૃત્યુ થઇ ગયું.

પિતાના મૃત્યુ બાદ આ ચારેય બાળકો બેસહારા થઇ ગયા. સ્થિતિ એવી છે કે તેમની પાસે રહેવા લાયક ઘર પણ નથી. વરસાદ દરમિયાન તેમના ઝૂપડામાંથી પાણી ટપકે છે તો માટીની દિવાલ ક્યારે પડી જશે તે કહીં શકાય નહીં. આસપાસ રહેતા લોકો થોડું થોડું જમવાનું આપે છે. 8 વર્ષિય દીકરી નંદિની આમ તેમ કરી ચુલો પ્રગ્ટાવી ભાઇઓ માટે ભાત બનાવી લે છે. પિતા હતા ત્યાં સુધી ચારમાંથી બે બાળકો જય કૃષ્ણ અને નંદિની સ્કૂલ પણ જતા હતા પરંતુ લોકડાઉન બાદ ગામમાં સ્કૂલ પણ બંધ થઇ ગઇ અને પિતાના મૃત્યુ બાદ હવે તેઓને લાગે છે કે તેઓ ક્યારેય સ્કૂલ જઇ શકશે નહીં.

જર્જર થઇ ચૂકેલા માટીના ઘરમાં વગર ભોજન કર્યે આ નાના-નાના બાળકો કેવી રીતે દિવસ કાઢે છે તે વિચાર કરતો પ્રશ્ન છે. આ ચાર ભાઇ-બહેનોમાં જય કિશન 9 વર્ષનો છે. તો નંદિની 8 વર્ષની છે. તો સ્વીટી 6 વર્ષની છે અને સૌથી નાનો પુત્ર પ્રિન્સ 4 વર્ષનો છે. પ્રિન્સને તો હજુ ખબર નથી કે તેના માતા-પિતા ક્યાં છે. તે હંમેશા પોતાના બાળ સ્વરૂપમાં ખીલખીલાટ કરતો રહે છે.

ગામના લોકો તેના સંબંધીઓનો સંપર્ક કરી રહ્યાં છે કે કોઇ દૂરના સંબંધીઓમાં મળી જાય તો આ માસુમને સહારો મળી જાય. પરંતુ સવાલ એ છે કે આવું ક્યાં સુધી ચાલશે. જ્યાં સુધી સરકારી સ્તર પર આ માસુમની કોઇ મદદ નહીં થાય ત્યાં સુધી તેમનું ભવિષ્ય અંધકાર મય લાગી રહ્યું છે.

આ મામલે તિલૌથુ પ્રખંડના બીડીઓ મૂન આરિફ રહમાન સાથે જ્યારે વાતચીત થઇ તો તેઓએ જણાવ્યું કે સરકાર તરફથી જે પણ શક્ય હશે તે મદદ આ માસુમને કરવામાં આવશે. આ સિવાય વ્યક્તિગતરૂપથી પણ મદદ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. તો અંચલાધિકારી પ્રમોદ મિશ્રએ પણ અંચલ કર્મીઓની સાથે કોડર ગામ પહોંચી આ બાબતે જાણકારી મેળી તથા ઇંદિરા આવાસ વગેરે અપાવવાનો વિચાર શરૂ કર્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કેટલાક સોશિયલ વર્કર્સે પણ બાળકોની મદદ કરવા આગળ આવી રહ્યાં છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page