Only Gujarat

FEATURED

સુશાંત અંકિતા લાંખડેને લઈ ગયો હતો ધોનીની દીકરીને મળાવવા પછી…

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપુતના નિધનથી લોકો અને સેલેબ્સ સ્તબ્ધ છે. સુશાંતના નિધન પછી તેમના અનેક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. સુશાંતને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક એમ.એસ. ધોનીથી ખૂબ જ પ્રેમ મળ્યો છે. આ ફિલ્મની તૈયારી માટે સુશાંતે મહેન્દ્ર સિંહ ધોનીના પરિવાર સાથે ઘણો સમય પસાર કર્યો હતો. તે દરમિયાન સુશાંત તેમની દીકરી જીવા સાથે ખૂબ જ રમતાં હતાં. એકવાર સુશાંત જીવાને મળવા અંકિતા લોખંડેને લઈ ગયો હતો.

સુશાંત સિંહ રાજપુત જ્યારે અંકિતા લોખંડેને મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી જીવાને મળવા લઈ ગયા ત્યારે જીવા ગણતરીના મહિનાની જ હતી. આ વાઇરલ ફોટોમાં જીવા અંકિતાના ખોળામાં તેમના ખભા પર માથુ રાખેલી જોવા મળી રહી છે.

‘એમ. એસ. ધોનીઃ ધી અનટોલ્ડ સ્ટોરી’ ફિલ્મ દરમિયાન જીવા અને સુશાંતનું બોન્ડિંગ ખૂબ જ સારું થઈ ગયું હતું. ત્યારે જીવા સુશાંત સાથે ખૂબ જ મસ્તી કરતી હતી.

સુશાંતનો જીવા સાથે રમતો ફોટો વાઇરલ થઈ રહ્યો છે. ‘એમ.એસ. ધોનીઃ ધી અનટોલ્ડ સ્ટોરી’ સુશાંતના કરિયરની સૌથી સુપરહિટ ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેમને દરેક જગ્યાએ ઓળખ બનાવી લીધી હતી.

‘એમ. એસ. ધોનીઃ ધી અનટોલ્ડ સ્ટોરી’ના પ્રમોશન દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ સામેલ થયા હતાં. સુશાંતે આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી હતી. સુશાંતને બેટિંગ કરતો જોઈ લોકો ખૂબ જ હેરાન થઈ ગયા હતાં કે આ સાચે જ ધોની જ છે કે શું?

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page