Only Gujarat

FEATURED National

ગંગોત્રીનો સુંદર નજારો: 200 કિમી દૂર સહારનપુરથી કેમેરામાં કેદ કર્યો ગંગોત્રી આખો પહાડ

કોરોનાના ડરનો એવો માહોલ છે કે લોકો બધુ ભૂલાઇ ગયું છે. અનેક દાયકાઓથી તમે જે કુદરતી સૌદર્યનો અનુભવ નથી કર્યો એ સૌંદર્યનો અનુભવ કરવાની આ સુંદર તક છે. છેલ્લા 50 વર્ષમાં હવા ક્યારેય આટલી શુદ્ધ થઇ નથી. સહારનપુરમાં વાયુ પ્રદુષણનું સ્તર 40 પહોંચી ગયું છે. હવામાં પ્રદુષણ તરીકે ઉડતા કણ ગાયબ થઇ ચૂક્યા છે. જેના કારણે હવે બરફથી ઢંકાયેલા પર્વત, પર્વતમાળા દેખાવા લાગી છે.

સહારનપુર આયકર વિભાગના અધિકારીએ ઉત્તરાખંડના સુંદર પર્વતની શ્રૃંખલા ગંગોત્રીને કેમેરામાં કેદ કરી છે. આ પર્વતમાળા એર ડિસ્ટેન્સના હિસાબથી 200 કિમી દૂર છે.

સહારનપુરના ઇનકમ ટેક્સ ઓફિસર દુષ્યંતનું કહેવું છે કે મેં વસંત વિહાર દિલ્હી રોડ સહારનપુરથી સોમવાર 27 એપ્રિલની રાતે મારા DSLR કેમેરામાં તસવીર કેદ કરી જે ઉત્તર પૂર્વમાં 60 ડિગ્રી સુધી સફેદ દેખાઇ રહી હતી. ગૂગલ સર્ચ અને કેટલાક જાણકારોને પુછ્યું તો જાણવા મળ્યું કે વાતાવરણ સ્વચ્છ હોવાને કારણે અને પ્રદુષણ ન હોય તો 20 હજાર ફૂટ ઉઁચી કોઇપણ શ્રૃંલા બસોથી ત્રણ સો કિમી દૂરથી દેખાઇ શકે છે. હાલ જે કેદ થયું તે મારી રેન્જમાં આવે છે.

સહારનપુરના પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં સહાયક વૈજ્ઞાનિક પવન મિશ્રાનું કહેવું છે કે મને લાગે છે કે આ પહેલા ક્યારેય આટલું સ્વચ્છ પર્યાવરણ થયું નથી. સહારનપુરના એર ઇન્ડેક્ટ 40ની નજીક છે. એટલે કે સામાન્યથી ખુબ જ સારા સ્તરમાં. શૂન્યથી 50 સુધી સૌથી સારુ માનવામાં આવે છે. જે ખુબ જ સારી વાત છે.

વન પરિક્ષેત્ર સહારનપુર મંડળના વન સંરક્ષક વીકે જૈનનું કહેવું છે કે સુંદર પર્વત દેખાઇ રહ્યાં છે. નીચે શિવાલિકનું જંગલ છે. ઉંચાઇથી જોઇએ તો ત્રિભુજ બનેલું છે તો ટોપનો પર્વત પહેલા દેખાય છે. તેની નીચે ડિસ્ટર્બન્સ રહેશે જે શિવાલિકના પર્વત છે પછી વૈલી દેખાશે અને પછી પર્વત ટોપ દેખાશે. મસૂરીના ટોપથી ગંગોત્રી અને યમુનોત્રીની પર્વત શ્રૃંખલા તસવીરમાં દેખાઇ રહી છે. ફોટો કેમેરામાં કેદ કરનારને ધન્યવાદ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page