Only Gujarat

National

મોંઘીદાટ ગાડી નહીં પણ ઘોડા પર બેસીને પોલીસે ગુંડાઓને શીખવાડ્યો પર્દાપાઠ

અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે પોલીસ અધિકારી પોતાની રેડ લાઇટ વાળી ગાડીમાં જ તપાસ માટે નીકળે છે. જોકે, ઉત્તરાખંડના દેહરાદૂનમાં એક અલગ જ દૃશ્ય જોવા મળ્યું હતું. આ કોઈ ફિલ્મી સીન કરતાં સહેજ પણ ઓછું નહોતું. અહીંયા દેહરાદૂનની કમાન સંભાળ્યા બાદ જ એસએસપી સાહેબ ફૂલ ફોર્મમાં જોવા મળ્યા હતા. તેમણે ઘોડા પર બેસીને રાતના શહેરની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો.


ઘોડા પર સવાર થનાર એસએસપીનું નામ જન્મેજય ખંડૂરી છે. તેમણે શુક્રવાર, 10 સપ્ટેમ્બરના રોજ શહેરનની કમાન સંભાળી છે. તેઓ પહેલાં દિવસે અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. સો.મીડિયામાં એસએસપીની તસવીરો વાઇરલ થઈ છે.


એસએસપી જન્મેજય ખંડૂરીએ કાયદાનો ભંગ કરનારા લોકોને બરોબરનો પર્દાપાઠ ભણાવ્યો છે. દારૂ પીને ફરતા લોકોને બરોબરનો સબક શીખવાડ્યો છે. કોઈને ઉઠબેસ કરાવી તો કોઈને કાન પકડીને માફી માગવાનું કહ્યું હતું.


એસએસપી ખંડૂરીએ કહ્યું હતું કે દેહરાદૂન ભલે પાટનગર હોય, પરંતુ અહીંયા પોલીસે કોઈના પણ દબાણમાં આવીને કામ કરવાની જરૂર નથી. ગરીબોને ન્યાય આપવામાં આવશે અને બદમાશોને ક્યારેય છોડવામાં આવશે નહીં.


ઉલ્લેખનીય છે કે ખંડૂરી ચાર્જ લીધા બાદ ઘોડા પર ફરવા નીકળ્યા હતા ત્યારે અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. ખંડૂરીએ આ લોકોને પકડવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ કાન પકડીને માફી માગવાનું કહ્યું હતું.


દેહરાદૂનના ખંડૂરીએ કહ્યું હતું કે પોલીસ વિભાગ તથા જનતા માટે ઘરના દરવાજા અડધી રાત્રે પણ ખુલ્લા છે. હવે નાઇટ ડ્યૂટી માટે અલગથી અધિકારીઓ રોકવામાં આવશે. તેઓ જનતાની સાથે પ્રેમથી વર્તન કરશે અને અસામાજિક તત્વોના મનમાં ડર ઊભો કરવા માગે છે.

You cannot copy content of this page