Only Gujarat

National

પાંચ પુત્ર અને એક પુત્રી હોવા છતાં 90 વર્ષિય માતા થઈ ‘લાવારિસ’, હાલ લોકોએ આપ્યો સહારો

દુનિયામાં સૌથી પવિત્ર અને સુંદર સંબંધ કોઇ છે તો છે માતા-પુત્રનો પરંતુ હરિયાણાના ફરિદાબાદ આ સંબંધને શર્મસાર કરી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં આવેલી એક આદર્શ કોલોનીમાં રહેતા અંદાજે 900 વર્ષિય વૃદ્ધ મહિલા જેના આજેપણ પાંચ પુત્ર અને એક પુત્રી જીવીત છે તેમ છતાં તે પોતાના જીવનના અંતિમ પડાવમાં બેસહારા બની ગઇ.

હવે આ વૃદ્ધ મહિલાને પાડોશમાં રહેતા લોકો સહારો આપી રહ્યાં છે. જ્યારે આ વાતની જાણ મહિલા આયોગની સભ્ય રેનુ ભાટિયાને થઈ તો તે પણ મહિલા પાસે પહોંચી ગઈ અને તેણીને વૃદ્ધાશ્રમ લઇ જવાનું કહ્યું પરંતુ વૃદ્ધ મહિલાએ પોતાના પાડોશીઓ પર ભરોસો વ્યક્ત કરી વૃદ્ધશ્રમ જવાની મનાઈ કરી દીધી.

અંદાજે 90 વર્ષિય વીરમા નામની આ મહિલા પાંચ પુત્ર અને બે પુત્રીની માતા છે જેમાંથી એક પુત્રીનું નિધન થઇ ગયું છે. વૃદ્ધ મહિલાએ પોતાના જીવનમાં મહેનત અને મજૂરી કરી પોતાનું અને પોતાના બાળકોને ગુજરાન ચલાવ્યો. એટલું જ નહીં પંચકુલામાં પૂર્વ ક્રિકેટર કપિલ દેવના ભાઇ પાસેથી થોડી જમીન લઇને હોટેલ પણ ચલાવી પરંતુ થોડા દિવસો બાદ તે પોતાના બાળકો સાથે ફરીદાબાદ આવી રહેવા લાગી. પછી તેના બાળકો તેણીને એકલી છોડી જતા રહ્યાં જેથી તે જીવનના અંતિમ પડાવમાં એકલી રહે છે.

વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે તેના પાડોસમાં રહેતી બે મહિલાઓ તેનું સારી રીતે ધ્યાન રાખે છે જેથી તે ઘણી ખુશ છે. તો આ મહિલાની દેખરેખ કરતી મહિલાઓએ જણાવ્યું કે આ વૃદ્ધ મહિલા તેના પાડોસમાં રહેતી હતી જેથી તે એક વર્ષથી સેવા કરી રહી છે.

મહિલા આયોગની સભ્ય રેનુ ભાટિયાના જણાવ્યા પ્રમાણે તેને સૂચના મળી હતી કે બલ્લભગઢના આદર્શ કોલોનીમાં એક 90/92 વર્ષની વૃદ્ધ મહિલા બેસહારા જેવું જીવન જીવી રહી છે. આ સૂચના બાદ તે ઘટનાસ્થળે પહોંચી અને રેડ ક્રોસની મદદથી મહિલાને વૃદ્ધાશ્રમમાં મોકલવાનો પ્રયાસ કર્યો પરંતુ વૃદ્ધ મહિલાએ વૃદ્ધાશ્રમમાં જવાની મનાઇ કરી દીધી. તેણીએ જણાવ્યું કે તે પોતાના પાડોસીઓની સેવાથી ઘણી ખુશ છે અને તે તેઓની સાથે જ રહેવા માગે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page