Only Gujarat

National

લાખો ખર્ચીને ફિક્સ થયા લગ્ન, સુહાગરાત મનાવી ને સવારે પત્નીએ કહ્યું, આત્મહત્યા કરી લઈશ જો તે મને……

જોધપુરમાં એક યુવકના બે બાળકોની મા સાથે લગ્ન કરાવી દગાખોરીનો કિસ્સો સામે આવ્યો છે. દલાલે પરિણીત મહિલા સાથે યુવકના લગ્ન કરાવી દીધા હતાં. સુહાગરાત પછી બીજા દિવસે જ્યારે મહિલાએ ઘરે જવાની જિદ કરી ત્યારે આખો મામલો સામે આવ્યો હતો. ત્યાં સુધી કે યુવકે મહિલાને ઘરે નહીં જવા દેતાં સ્યૂસાઇડ કરવાની ધમકી પણ આપી હતી.

મહામંદિર નિવાસી પ્રદીપ દવેની માએ પોતાના બાલોતરા નિવસી એક સંબંધીના દીકરાના લગ્ન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ પછી કોઈને બાલોતરા નિવાસી દલાલ કૈલાશ દવે વિશે માહિતી મળી હતી. કૈલાશે પ્રવિણ સહિત તેના પરિવારને વિશ્વાસમાં લીધો અને 2 લાખ રૂપિયામાં લગ્ન કરાવવાની વાત કરી હતી. આ વાત તેમનો પરિવાર માની ગયો હતો. સાથે જ લગ્નમાં થનારો ખર્ચો અલગથી લેવાની વાત કહી અને મહિલાનો ફોટો મોબાઇલમાં મોકલ્યો હતો. આ પછી પ્રદીપ અને તેમના માતા-પિતા અન્ય સંબંધી જોધપુરથી દિલ્હીથી મેરઠ આવ્યા હતાં.

મેરઠમાં મોહમ્મદ ખાલિદની ચેમ્બરમાં લગ્ન માટે લઈ ગયાં હતાં. જ્યાં એક વકીલે કોવિડની વાત કરી ત્યાં જ માંગ પુરાવી અને મંગળસૂત્ર પહેરાવીને લગ્ન કરાવી દીધા અને ડૉક્યુમેન્ટ પણ તૈયાર કરી દીધા હતાં. આ પછી પરિવાર જોધપુર આવ્યો, જ્યાં યુવક અને દુલ્હન બંને એક રાત હોટેલમાં રોકાયા હતા. બીજા દિવસે સવારે મહિલાએ જણાવ્યું કે, તે બે બાળકોની મા છે તેને ઘરે જવું છે. આ પછી તે ઘરે જવાની જિદ કરવા લાગી અને ઘરે ના મોકલતાં તેણે સ્યૂસાઇડ કરવાની ધમકી આપી હતી.

લગ્નની દરેક વિધિ વકીલની ઓફિસમાં જ થઈ હતી. 11 હજાર રૂપિયા લઈને પ્રદીપ અને તેનો પરિવાર જોધપુર જવા માટે રવાના કરી દેવામાં આવ્યો હતો. અહીં એક રાત રોકાયા પછી મહિલા નાટક કરવા લાગતાં પ્રદીપે તેના માતા-પિતાને વાત કહી. આ પછી કૈલાશ દવે સાથે વાત કરી 2 લાખ રૂપિયા પાછા આપવા અને મહિલાને પોતાની સાથે મોકલવા માટે કહ્યું હતું. આ મામલે પ્રદીપ દવેએ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ જોધપુર સામે ફરિયાદ કરી છે.

ફરિયાદમાં કૈલાશ દવે, લૂંટેરી દુલ્હન અનુ દેવી, દલાલ દીવાન મીના દવે, મોહમ્મદ ખાલિદ એડવોકેટ, રાધા, શાંતિ, બોબી સહિત અન્ય લોકો સામેલ હોવાથી કોર્ટમાં એડવોકેટ રુચિ પરિહાર, કાંતા રાજ પુરોહિત દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણી 19 જુલાઈએ થશે.

 

You cannot copy content of this page