Only Gujarat

National

દીકરાનું અકાળે મોત, વહુ વિધવા થઈ પણ સસરાએ દીકરી માનીને કરાવ્યા બીજા લગ્ન

નવી દિલ્હીઃ સામાન્ય રીતે આપણે એવું સાંભળતા કે વાંચતા આવીએ છીએ કે સાસરે વહુને દહેજ માટે હેરાન કરવામાં આવે છે. જોકે, એવા પણ સાસરીયા હોય છે, જે વહુને દીકરી માને છે.

2019માં ઇન્દોરમાં આવી જ એક ઘટના બની હતી. સસરાએ દીકરાના મોત બાદ વહુના બીજા લગ્ન કરવ્યા હતા. વહુને દીકરી બનાવીને કન્યાદાન પણ કર્યું હતું. ઇન્દોરના રાઠોડ સમજાના બાબુલાલ રાઠોડના દીકરાનું 38 વર્ષની ઉંમરમાં અવસાન થયું હતું. દીકરાના મોત બાદ સસરાએ વહુના બીજા લગ્ન કરાવ્યા હતા.

બાબુલાલે સમાજની પરવા કર્યા વગર પરિવાર સાથે વહુના બીજા લગ્નની વાત કરી હતી. પરિવાર આ વાતથી ખુશ હતો અને વહુ માયા માટે યોગ્ય વર શોધવાનું શરૂ કર્યું હતું. બાબુલાલે ઈન્દોરના ખરગોન જિલ્લામાં રહેતા દિલીપની સાથે મંદિરમાં લગ્ન કરાવ્યા હતા. માયાને દીકરો તથા દીકરી છે. બંને સંતાનો મમ્મીના લગ્નમાં સામેલ થયા હતા.

બાબુલનો દીકરો ડિસેમ્બર, 2013માં બીમારીને કારણે મૃત્યુ પામ્યો હતો. પરિવારમાં સાસુ શાંતિબાઈ, સસરા, માયાની 7 વર્ષની દીકરી તથા પાંચ વર્ષનો દીકરો છે. દીકરાના મોત બાદ બાબુલાલ અનાજ દળવાની ઘંટીમાં કામ કરવા લાગ્યા હતા.

માયાના લગ્નમાં જિલ્લા પંચાયતના સભ્યો, ભાજપના મંત્રી તથા રાઠોળ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમણે માયાને સુખી લગ્નજીવનના આશીર્વાદ આપ્યા હતા.

 

You cannot copy content of this page