Only Gujarat

National

આર્મી જવાને એક નહીં ત્રણ ત્રણ કર્યા હતા લગ્ન, પત્ની બાળકને જન્મ આપે એટલે તરછોડી દેતો

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક આર્મી જવાનને પકડવામાં આવ્યો હતો. તેના કારનામા સાંભળીને પોલીસ પણ ચમકી ગઈ હતી. તેણે ત્રણ ત્રણ મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. ત્રણ પત્નીઓને એકબીજા અંગે કોઈ માહિતી નહોતી. જ્યારે પત્ની બાળકને જન્મ આપે ત્યારે તે કહ્યા વગર બીજા લગ્ન કરી લેતો હતો.

બે પત્નીઓને છોડીને ત્રીજી પત્ની સાથે મેરઠના કંકરખેડા વિસ્તારમાં રહેતો હતો. શુક્રવાર, 27 ઓગસ્ટના રોજ હૈદરાબાદથી જવાનની બીજી પત્ની દીરા સાથે આવી ગઈ હતી. બંને વચ્ચે ગાળો ને મારપીટ થઈ હતી. માહિતી મળતા જ પોલીસે જવાનની ધરપકડ કરી હતી. તપાસ થઈ રહી છે કે તેણે અન્ય મહિલાઓ સાથે છેતરપિંડી તો નથી કરી ને.

જવાને ત્રીજી પત્ની સાથે મળીને બીજી પત્નીને માર માર્યોઃ કંકરખેડા પોલીસ સ્ટેશનમાં બહુ જ મોટી બબાલ થઈ હતી. મહિલાએ કહ્યું હતું કે જવાને ત્રણ લગ્ન કર્યા છે. હવે તે ત્રીજી પત્ની સાથે રહે છે. આ આરોપ બાદ જવાને પતિએ ત્રીજી પત્ની સાથે મળીને બીજીને માર માર્યો હતો. બીજા પત્ની ન્યાય માટે કંકરખેડા પોલીસ સ્ટેશન ગઈ હતી.

પોલીસે તપાસ બાદ કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. ઇન્સ્પેક્ટર તપેશ્વર સાગરે કહ્યું હતું કે જવાન મનીષની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી છે. બીજી પત્ની શીલાએ પતિ વિરુદ્ધ ફરિયાદ કરી છે. FIR દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી છે.

પહેલી પત્ની હિંદુ, બીજી ક્રિશ્ચિયન અને ત્રીજી પત્ની મુસ્લિમઃ જવાન મનીષની કરતૂતો સાંભળીને પોલીસ પણ ચમકી ગઈ હતી. હરિયાણાનો મનીષ હિંદુ છે. પોલીસે કહ્યું હતું કે 2012માં મનીષે મોનિકા નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા અને મોનિકા હિંદુ છે. પહેલી પત્નીને બાળક થયું પછી 2015માં ક્રિશ્ચિયન શીલા સાથે બીજા લગ્ન કર્યાં. બીજી પત્નીને બાળક થયું તો મુસ્લિમ મહિલા સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. બીજી પત્નીએ પતિ પર મારપીટ તથા ગળું દબાવીને હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

પત્નીને બાળક થતાં બીજા લગ્ન કરી લેતોઃ જવાનની બીજી પત્ની શીલાનો આરોપ છે કે તેનો પતિ ઐય્યાશ છે. તેણે દગો આપીને ત્રણ લગ્ન કર્યા છે. બીજી પત્ની આખી રાત પોલીસ સ્ટેશનમાં રડતી હતી. 2015માં જવાને પોતાને કુંવારો કહીને લગ્ન કર્યા હતા. બાળકને જન્મ આપ્યો પછી તે ગાયબ થઈ ગયો હતો.

 

You cannot copy content of this page