Only Gujarat

National TOP STORIES

આ ગામના લોકોએ સૂકી જમીનમાંથી પાણી કાઢવા માટે અજમાવ્યો દેશી જુગાડ

રાજસ્થાનમાં છેલ્લાં કેટલાક દિવસથી વરસાદ થઈ રહ્યો છે. ચારેય તરફ પાણી જોવા મળી રહ્યા છે, પણ સીકર જિલ્લાના હર્ષ ગામે દર વર્ષે લાખો લીટર પાણી બચાવીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ગામની હાલત એક સમયે એવી હતી કે, ત્યાંની જમીન સૂકાવવા લાગી હતી. હેન્ડપંપ હતો, પણ તેમાં પાણી આવતું નહોતું. ઘણાં ફૂટ ઊંડી ટ્યુબવેલ ખોદ્યા પછી પણ પાણી આવતું નહોતું.

આ ગામના કેટલાક યુવા ભગીરથ બનીને સામે આવ્યા. તેમણે પોતાના ખર્ચે ગામને પહેલો દેશી રિચાર્જ અને ફિલ્ટર પ્લાન્ટ બનાવ્યો. જેનો ખર્ચ લગભગ 1 લાખ રૂપિયાથી વધારે થયો હતો. ત્રણ વર્ષ પહેલાં દેશી ફિલ્ટર પ્લાન્ટ (વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ) બનાવવાની પહેલ શરૂ કરી હતી. અત્યાર સુધી 6 મોટા વોટર પ્લાન્ટ લગાવી ચૂક્યા છે.

20 ઘરમાં પણ અલગથી મિની રિચાર્જ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. જેને લીધે પાણીનું સ્તર ત્રણ વર્ષમાં 5 ફૂટ સુધી વધ્યું છે. હવે સૂકાયેલાં હેન્ડપંપ અને કૂવામાં પણ પાણી આવવા લાગ્યું છે. દરેક ગામની જેમ હર્ષ ગામમાં પણ એવું જ થયું હતું. વરસાદનું પાણી સંગ્રહ નહોતું થતું. ગામમાં પાણીની સમસ્યા હતી. કૂવામાં પાણી નહોતું. ખેતી માટે પાણી ના હોવાથી મુશ્કેલી થતી હતી.

ગામમાં 160 ફૂટ પર પાણી આવતું હતું. ગામના યુવાઓએ નવયુક્ત વિવેકાનંદ હર્ષ મંડળ સમિતિ બનાવી. સમિતિના સભ્ય શંકર સૈનીએ જણાવ્યું કે, પાણીની ખૂબ જ સમસ્યા થઈ રહી હતી. એવું નથી કે, અહીં વરસાદ નહોતો થતો. સારો વરસાદ થવાને લીધે ગ્રાઉન્ડ વોટર લેવલ પણ ઓછું થઈ રહ્યું હતું. ત્યારે તેમણે વર્ષ 2018માં ગ્રાઉન્ડ વોટર લેવલ વધારવા માટે વિચાર કર્યો હતો. વરસાદનું પાણી દર વર્ષે વેડફાતું હતું. પાણી જમીન સુધી પહોંચી શકતું નહોતું. યુવાઓએ પાણીનું સ્ટોરેજ કરવા માટે ગામમાં પહેલાં 1 દેશી ફિલ્ટર પ્લાન્ટ (વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ) બનાવી હતી. આ પછી તેનો ફાયદો થયો હતો.

પહેલાં વર્ષે જ વરસાદનું પાણી બચાવીને સીધુ ફિલ્ટર કરી ઉતારવામાં આવ્યું હતું. ધીરે-ધીરે યુવાઓની ટીમ પણ તેમાં જોડાઈ ગઈ હતી. ત્રણ વર્ષમાં તેમણે મળીને 6 મોટા વોટર રિચાર્જ પ્લાન્ટ લગાડ્યા હતાં. સાથે જ ગામના લોકોને પણ ટેક્નિક વિશે જણાવ્યું હતું. આ પછી 20 પ્લાન્ટ ઘરમાં અલગથી લગાડવામાં આવ્યા હતાં. હવે લાખો લીટર વરસાદનું પાણી બચાવીને જમીન રિચાર્જ કરવામાં આવે છે. જેના કારણે હવે ગ્રાઉન્ડ વોટર લેવલમાં 5 ફૂટ સુધીનો સુધારો થયો છે. તો તેનો સૌથી મોટો ફાયદો થયો કે, જે હેન્ડપંપમાં પાણી નહોતું આવતું તેમાં પણ હવે પાણી આવવા લાગ્યું હતું.

શંકર હર્ષ અને મુકેશ સૈનીએ જણાવ્યું કે, એક પ્લાન્ટને બનાવવા માટે લગભગ 1 લાખ 20 હજાર રૂપિયાનો ખર્ચો આવ્યો હતો. ખાસ વાત છે કે, ખુદ યુવાઓએ રૂપિયાનું કલેક્શન કરીને આ પ્લાન્ટ બનાવે છે. આ બનાવવા માટે ખુદ ભેગાં થાય છે. જે પછી તેમના 20થી 30 હજાર રૂપિયા પણ બચી જાય છે. આ ટેક્નીક આખા ગામ માટે વરદાન સાબિત થઈ છે. આ અભિયાનમાં શંકર સાથે મુકેશ સૈની, ઓમ પ્રકાશ, સદ્દામ, સુનીલ, પ્રમોદ, ગોવિંદ, બજાજ અને સુરેન્દ્ર રાજોરિયા જોડાયેલાં છે.

ગામનું ગ્રાઉન્ડ વોટર લેવલ 160 ફૂટ સુધી છે. એટલે કે, આ લેવલ પર પાણી આવે છે. એટલા માટે 130 ફૂટ સુધી એક પાઇપ લઈ જાય છે. પાઇપની ચારેય તરફ હોલ કરી તે ભાગ પર પાતળી જાળી લગાવી દેવામાં આવે છે. જમીનથી 20 ફૂટ ઉંડો ખાડો 8 ફૂટ પહોળો ખોદ્યા પછી પાઈપને ચારેય તરફ અને લગભગ ચાર ફૂટ પહોળો અને 20 ફૂટ ઊંડો ખાડો બનાવી તેમાં કોંક્રિટ ભરવામાં આવે છે. જ્યારે પણ વરસાદ થાય છે ત્યારે વરસાદનું પાણી પ્લાન્ટ સુધી પહોંચવા માટે નાળા બનાવી અહીં સુધી લાવવામાં આવે છે. પાણી ફિલ્ટર અને જાળીમાં ગળાઈને સીધું જમીનમાં જાય છે.

You cannot copy content of this page