Only Gujarat

National

હોડીમાં બેસી દુલ્હન સાસરે પહોંચી, નાવડામાં જાનૈયાઓની સામે જ નાચવા લાગી

આજ સુધી તમે દુલ્હનને હેલિકૉપ્ટરમાં વિદાય કરવાના ટ્રેન્ડ અંગે સાંભળ્યું હશે. ઘણા લોકો તેમની દુલ્હનને વિમાન અને હેલિકૉપ્ટરમાં લઈને જઈ રહ્યા છે, પરંતુ મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લામાં એક નવી જ ઘટના જોવા મળી છે, એ અત્યારે ચર્ચાનો વિષય બની છે. અહીંની એક નવવધુ હેલિકૉપ્ટર કે લગ્ઝરી કારની જગ્યાએ હોડીમાં બેસીને સાસરીમાં પહોંચી છે. તેની તસવીરો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ બની છે.

વાસ્તવમાં જાન રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં આવેલ ખંડાર તાલુકાના પાદડા ગામથી વિદાય થઈને મધ્ય પ્રદેશના શ્યોપુરના સોંઈકલામાં આવી હતી. જ્યાં એક ખેડૂત પિતાએ તેની દીકરીની ઈચ્છા પૂરી કરવા જાનને હોડીમાં બેસાડી વિદાય આપી. આ દરમિયાન 50 કરતાં વધારે જાનૈયાઓ પણ જળમાર્ગે એન્જિનવાળી હોડીમાં બેસીને આવ્યા હતા. આ દરમિયાન જાનૈયાઓએ લગભગ 12 કિલોમીટર સુધીની સફર હોડીમાં જ કરી.

ઉલ્લેખનિય છે કે, શ્યોપુર જિલ્લામાં સોંઈકલા કસ્બાના રહેવાસી સરપંચ હરિ સિંહના દીકરા આકાશ સાથે માધોપુર જિલ્લાના રહેવાસી ઘનશ્યામ મીણાની દીકરી કિસ્મત સાથે લગ્ન નક્કી થયાં હતાં. તેમનાં લગ્ન 23 ફેબ્રુઆરીએ અનોખા જ અંદાજમાં કરવામાં આવ્યાં હતાં.

દુલ્હનની ઈચ્છા અંગે જ્યારે તેના પિતાએ દુલ્હાના પતિને કહ્યું ત્યારે તેઓ પણ ખુશ થઈ ગયા અને આ માટે દુલ્હાએ દુલ્હનને લાવવા માટે ત્રણ એન્જિનવાળી હોડીઓની વ્યવસ્થા કરી. ત્યારબાદ લગભગ 50 જાનૈયાઓ હોડીમાં સવાર થઈને દુલ્હનને લઈને ઘરે જવા નીકળ્યા હતા.

You cannot copy content of this page