આઠ મહિનામાં આ યુવતીએ કર્યાં છ યુવકો સાથે લગ્ન, એકના તો એવા કર્યાં હાલ કે…

રતલામઃ લગ્નના બે દિવસ બાદ દુલ્હન પિયર જવાની જીદ કરે છે તો વરરાજા પણ તેની સાથે જાય છે. રસ્તામાં તેને લાગે છે કે, કાંઈક ગરબડ છે પરંતુ ત્યાં સુધી તેની હત્યાની યોજના બની ચુકી હોય છે. બીજા દિવસે વૃક્ષ પર લટકતું તેનું શબ મળે છે. હોય છે એવું કે, તેણે એક લુંટેરી દુલ્હન સાથે લગ્ન કરી લીધા હતા. 7 દિવસ પહેલા મધ્ય પ્રદેશના રતલામ જિલ્લાના સૈલાના પાસે એક યુવકનો મૃતદેહ મળવાના કેસમાં પોલીસે લુંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ કર્યો છે. આરોપી યુવતી પહેલા રાજસ્થાન, ગુજરાત, યૂપી, મધ્ય પ્રદેશમાં ખોટા લગ્ન કરી ચૂકી છે.

સૈલાનામાં સાત દિવસ પહેલા મહેન્દ્ર મોતીલાલ કલાલ (29) કે જેઓ બાંસવાડાના નિવાસી હતા. તેનો મૃતદેહ મળ્યો હતો. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું હતું કે યુવકની હત્યા તેની પત્ની મીનાક્ષી દ્વારા કરાવવામાં આવી હતી. જેની સાથે મૃતકના લગ્ન બે દિવસ પહેલા જ થયા હતા. હત્યા બાદ આરોપી મીનાક્ષી પોતાની ગેંગ સાથે ફરાર હતી.

મહેન્દ્ર અને મીનાક્ષીના લગ્ન મેરેજ બ્યૂરોના માધ્યમથી થયા હતા. લગ્ન માટે મીનાક્ષીના નકલી ભાઈએ અઢી લાખ રૂપિયા લીધા હતા. જે બાદ કોર્ટ અને પરિવારની અનુમતિ બાદ બંનેએ લગ્ન કર્યા હતા. લગ્નના બે દિવસ બાદ જ મીનાક્ષીના સંબંધી બનીને આવેલા ચાર લોકોએ મહેન્દ્રને પોતાની ગાડીમાં બેસાડ્યા અને પોતાની સાથે લઈ ગયા.

બીજા દિવસે મહેન્દ્રનું શબ સૈલાના પાસે એક વૃક્ષ સાથે લટકેલું મળી આવ્યું હતું. કેસની ગંભીરતા જોતા પોલીસે પોતાના ગુપ્તચર તંત્ર અને સાઈબર સેલની સક્રિય તપાસ શરૂ કરી. આ દરમિયાન પોલીસને આરોપી મીનાક્ષીના પિતાનું મોબાઈલ નંબરનું લોકેશન ગામ બરોલી, ઈંદૌરમાં મળ્યું.

પોલીસે લોકેશન પર પહોંચીને મીનાક્ષીની ધરપકડ કરી લીધી. મીનાક્ષીએ પોલીસને જણાવ્યું કે 3 વર્ષ પહેલા પતિને છોડ્યા બાદ માતા-પિતાની સાથે રહેતી હતી. આ દરમિયાન મીનાક્ષીનો પોતાના પરિવારજનો સાથે ઝઘડો થઈ ગયો અને તેનાથી પણ અલગ રહેવા લાગી. આ વચ્ચે મીનાક્ષીની મુલાકાત યૂપી નિવાસી પુષ્પેન્દ્ર દુબે નામના યુવક સાથે થઈ હતી. જે લગ્નમાં છેતરપિંડી કરવાના મામલામાં મીનાક્ષીનો ભાઈ ગજેન્દ્ર પુરોહિત બનીને મૃતકના પરિવારને મળતા હતા.

મીનાક્ષીએ પોલીસને જણાવ્યું કે, તેને એક લગ્ન માટે 10 હજાર રૂપિયા મળતા હતા. મીનાક્ષી અત્યાર સુધીમાં રાજસ્થાન, ગુજરાત, યૂપી, મધ્ય પ્રદેશના અનેક વિસ્તારોમાં ખોટા લગ્નના નાટક કરી ચુકી છે. 8 મહિનામાં તે 6 લગ્ન કરી ચૂકી છે.

28 જુલાઈની રાત્રે સારિકા ઉર્ફે સંગીતા નામની મહિલા, તેનો પતિ બનીને આવેલો યુવક અને ગજેન્દ્ર, મહેન્દ્રના ઘરે પહોંચ્યા અને પરિવારમાં કોઈ સભ્યોના બીમાર હોવાનું કહીને મીનાક્ષીને લઈને જવા લાગ્યા. આ દરમિયાન મહેન્દ્રને શંકા થઈ અને તેમની સાથે આવવાની જીદ કરવા લાગી.

જે બાદ તમામ લોકો મહેન્દ્રની સાથે ઈંદૌર માટે નીકળી ગયા. રસ્તામાં મહેન્દ્રને પોતાની સાથે થયેલા દગાનો અંદાજ આવી ગયો. આ વાતને લઈને તમામ લોકો મહેન્દ્ર સાથે વિવાદ કરવા લાગ્યા અને મારામારી શરૂ થઈ ગઈ. જે બાદ ગજેન્દ્રએ ટોલ નાકા પર મહેન્દ્રને ગાડીની બહાર ધક્કો મારીને પોતાના સાથીઓ સાથે વેન લઈને ભાગી ગયો.

પોતાની સાથે થયેલી છેતરપિંડીથી હતાશ મહેન્દ્રએ થોડી દૂર જ આવેલા એક વૃક્ષ પર પોતાના શર્ટનો ફંદો બનાવીને ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી. પોલીસને પહેલા શંકા હતી કે યુવકની હત્યા કરીને વૃક્ષ પર લાશ લટકાવવામાં આવી હતી. પરંતુ પોસ્ટમૉર્ટમ અને ઘટનાના સ્થળ પર ફાંસી પર લટકવા માટે લગાવેલા પથ્થરોના આધાર પર આત્મહત્યાની પુષ્ટિ કરવામાં આવી.

આ કેસની શરૂઆત રાજસ્થાનના બાંસવાડાથી થઈ હોવાના કારણે રતલામ પોલીસે આરોપી મીનાક્ષીને બાંસવાડા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસને હવાલે કરી દીધી છે. જ્યા મીનાક્ષી અને મેરેજ બ્યૂરો સંચાલક મુકેશ જોશીની સામે આઈપીસીની કલમ 365 અંતર્ગત મામલો દાખલ કર્યો છે.