Only Gujarat

National

સાસુના આરોપ ખોટા સાબિત કરવાા માટે વહુ ઉઘાડા પગે દેવતા પર ચાલી, જુઓ શોકિંગ તસવીરો

એક શોકિંગ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા ધગધગતા દેવતા પર ચાલે છે. રિપોર્ટ મુજબ આ મહિલાને સાસુના આરોપોને ખોટા સાબિત કરવા માટે એક બાબાની જગ્યામાં ગરમાગરમ દેવતા પર ચાલવું પડ્યું હતું.

આ ઘટના મધ્યપ્રદેશના છિંદવાડાની છે. આ આખો મામલો 17 ઑગસ્ટનો છે. અહીંના રામાકોના ગામમાં કથિત બાબાનો દરબાર લાગે છે. મંગળવારની રાત્રે અહીં બાબાના દરબારમાં તેના ભક્તો આવ્યા હતા. જેમાં બાબા લોકોની અરજીઓની સુનવણી કરતા હતા. આવી જ એક અરજીની સુનવણીમાં બાબાએ મઉ ગામની એક મહિલાને બોલાવી હતી.

બાબાએ મહિલાને બધાની સામે કહ્યું કે આ સ્ત્રી પર કલંક છે. તેણે તેના પતિને કંઈ ખવડાવી-પિવડાવી વશમાં કરી લીધો છે. જો સ્ત્રી ખોટી હશે તો દેવતા પર ચાલતા સળગી જશે. બાબાની સૂચના મુજબ પોતાની સાચી સાબિત કરવા માટે મહિલા અગ્નિ પરીક્ષા આપવા તૈયાર થઈ હતી અને ઉઘાડા પગે દેવતા પર ચાલીને સામા છેડે નીકળી ગઈ હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાએ દેવતા પર ચાલતાં પહેલા પોતાના પગ ધુવે છે. પછી બધા સામે પોતાને સાચી સાબિત કરવા માટે ધગધગતા દેવતા પર ખુલ્લા પગે ચાલે છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલા સામે તેની સાસુએ બાબા સામે ફરિયાદ કરી હતી. જેમાં સાસુએ આરોપ મૂક્યો હતો કે તેની વહુએ તેના દીકરાને વશમાં કરી લીધો છે.

બીજી તરફ વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને મામલાની તપાસમાં લાગી ગઈ છે. દેવતા પર ખુલ્લા પગે ચાલનારી મહિલાની પણ પૂછપરછ કરીહ તી. જેમાં તેણે જણાવ્યું હતું કે તે પોતાની મરજીથી દેવતા પર ચાલી હતી. લોકોએ અંધવિશ્વાસ ફેલાવનાર બાબા સામે કાર્યવાહીની માંગ કરી છે.

You cannot copy content of this page