Only Gujarat

Bollywood

માતાને યાદ કરી ખિલાડી અક્ષય કુમાર થયો ઈમોશનલ ને આંખમાં આવી ગયા આંસુ

હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ ફેવરિટ, ટેલેન્ટેડ અને જબરદસ્ત એક્શન હીરો અક્ષય કુમારની ફિલ્મ ‘સેલ્ફી’ થિયેટર્સમાં રેલીઝ થઈ ગઈ છે. બૉક્સ ઑફિસ કલેક્શન પર નજર કરીએ તો, આ ફિલ્મએ પહેલા દિવસે બહુ ઓછી કમાણી કરી છે. જો અક્ષય કુમારની ગત ફિલ્મોની વાત કરીએ તો, તેમની ફિલ્મો સતત ફ્લોપ રહી છે. વર્ષ 2022નું વર્ષ અક્ષય કુમાર માટે સારું નથી રહ્યું.

હવે વર્ષ 2023 ની ‘સેલ્ફી’ અક્ષય કુમારની પહેલી જ ફિલ્મ છે. ફિલ્મના રિવ્યૂ જોઈએ તો, દર્શકોને ખાસ ગમી નથી. એટલે એમ કહેવું જરા પણ ખોટું નહીં ગણાય કે, આ વર્ષની શરૂઆત પણ અક્ષય કુમાર માટે સારી નથી રહીં. આ જોતાં, લાગી રહ્યું છે કે, અક્ષય કુમાર માટે સારો સમય નથી ચાલી રહ્યો. જ્યારે પણ અક્ષયની કોઈ ફિલ્મ ફ્લોપ થાય ત્યારે તેને તેની માતાની એક શીખ યાદ આવી જાય છે. આ વાત તાજેતરમાં જ અક્ષયે કુમારે એક મીડિયા ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવી છે.

આ ઈન્ટરવ્યૂ દરમિયાન માતાનો ઉલ્લેખ થતાં જ અક્ષય ઈમોશનલ થઈ જાય છે અને તેમની આંખમાં પાણી આવી જાય છે. અક્ષય કુમાર તેમની માતાની બહુ નજીક હતા. માતા જીવિત હતાં ત્યારે અક્ષય શૂટિંગમાંથી આવીને સીધા જ માતાના રૂમમાં જતા હતા અને આખા દિવસની બધી જ બાબતો અંગે જણાવતા હતા.

માતાના નિધન બાદ અક્ષયને તેમની ખોટ સાલી રહી છે. તેમના જીવનની દરેક પરિસ્થિતિમાં તેમનાં માતા તેમની સાથે રહેતાં હતાં. આ જ કારણે આજે પણ અક્ષયનું મન આજે પણ એ માનવા તૈયાર નથી કે, તેની માતા આજે આ દુનિયામાં નથી. આજે પણ તેને ઘણીવાર એમ લાગે છે કે, તેની માતા ઘરે રાહ જોઈ રહી છે, અને હકિકત યાદ આવતાં જ મન ઉદાસ થઈ જાય છે.

વધુમાં અક્ષય માતાને યાદ કરતાં જણાવે છે કે, જ્યારે પણ તેની કોઈ ફિલ્મ ન ચાલે ત્યારે તેની માતા હંમેશાં એમજ કહેતી હતી કે, ‘ફિકર નહીં કર પુત્તર, બાબાજી તેરે નાલ હૈ. ભગવાન શિવ તેરે સાથ હૈ.’ આજે પણ માતાની આ જ વાત અક્ષયને શક્તિ આપે છે. અને અક્ષય ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે.

8 સપ્ટેબર 2021 રોજ થયું હતું અક્ષયની માતા અરૂણા ભાટિયાનું નિધન
ગત વર્ષની અક્ષયની ફિલ્મો ‘સમ્રાટ પૃથ્વીરામ’, ‘રામસેતુ’, ‘બચ્ચન પાંડે’ અને ‘રક્ષાબંધન’ ઊંધા માટે પટકાઈ છે. આ વર્ષે અક્ષયની 5 ફિલ્મો પાઈપલાઈનમાં છે. આ જોતાં અક્ષય પાસે ફિલ્મોની તો ભરમાર છે. તાજેતરમાં જ અક્ષયની ‘સેલ્ફી’ રિલીઝ થઈ છે, જે દર્શકોને ખાસ ગમી નથી. ઓપનિંગ બહુ નિરસ રહ્યું છે. ક્રિટિક્સે મૂવીને રિવ્યૂ પણ સારા નથી આપ્યા. આ ફિલ્મમાં અક્ષયની સાથે ઈમરાન હાશમી પણ લીડ રોલમાં છે.

You cannot copy content of this page