Only Gujarat

Bollywood

રીટા રિપોર્ટરે બતાવી બ્રાની પટ્ટી તો પતિએ લોકોને આપ્યો તારી મા-બહેનને કહેજે કે…

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રીટા રિપોર્ટરનો રોલ પ્લે કરતી પ્રિયા આહુજા સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. પ્રિયા ઘણીવાર પોતાની તસવીરો શૅર કરે છે. હાલમાં જ તેણે ગ્લેમરસ તસવીર સો.મીડિયામાં અપલોડ કરી હતી. જોકે, આ તસવીર પર ચાહકોએ તેને ટ્રોલ કરી હતી. આ તસવીરમાં પ્રિયાએ બ્રાની પટ્ટી બતાવી હતી.

પ્રિયા આહુજાએ તસવીર શૅર કરીને કહ્યું હતું કે જે પણ તમારા અંતર્મન માટે હોય તે બેસ્ટ હોય અને બસ તેને અમલમાં મૂકો. આ તસવીરમાં પ્રિયા આહુજા પોતાની બ્રાની સ્ટ્રેપ બતાવે છે. આ વાત યુઝર્સને પસંદ આવી નથી. આ જ કારણે તેમણે પ્રિયાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. એકે કહ્યું હતું કે તું આ બધું શું બતાવે છે. તો અન્ય એકે કહ્યું હતું કે આખરે આ બધું શું ચાલી રહ્યું છે.

જોકે, પોસ્ટ પર ભદ્દી કમેન્ટ્સ જોઈને પ્રિયાનો પતિ માલવ રાજડા ભડકી ઉઠ્યો હતો અને તેણે જડબાતોડ જવાબ આપ્યો હતો. માલવે કહ્યું હતું કે તે પોતાની માતા કે બહેનને ગાળો બોલી જુએ અને તેઓ કેવી રીતે રિએક્ટ કરે છે. જોકે, ઘણાં ચાહકોએ પ્રિયા આહુજાના વખાણ કર્યા હતા અને તેના લુકને સ્ટનિંગ કહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પ્રિયા તથા માલવ એકબીજાને ‘તારક મહેતા..’ના સેટ પર મળ્યા હતા અને તેમની વચ્ચે મિત્રતા બંધાઈ હતી. પછી બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. 19 નવેમ્બર, 2011ના રોજ બંનેએ મુંબઈમાં લગ્ન કર્યા હતા. લગ્નના 8 વર્ષ પછી 27 નવેમ્બર, 2019ના રોજ પ્રિયાએ દીકરાને જન્મ આપ્યો હતો. પ્રિયાનો પતિ માલવ રાજડા ગુજરાતી છે. તે સિરિયલમાં ચીફ ડિરેક્ટર તરીકે કામ કરે છે. પ્રિયાએ ‘હોન્ટેડ નાઇટ્સ’ તથા ‘છજ્જે છજ્જે કા પ્યાર’ જેવી સિરિયલમાં કામ કર્યું છે.

You cannot copy content of this page