Only Gujarat

International

આ મોડલે પહેરેલા અંદરના ગંદા કપડા માટે ચાહકો આપે છે હજારો રૂપિયા

કેલિફોર્નિયાઃ જાણીતી હસ્તી હોય કે પછી કોઈ સ્ટાર. ચાહકોમાં આ સ્ટાર તથા હસ્તીઓની દરેક બાબત ડિમાન્ડમાં હોય છે. ક્રિકેટરનું બેટ, ગ્લવ્સ, ફૂટબોલરના ફૂટબોલ, શૂઝ પરંતુ અમેરિકાની સો.મીડિયા સ્ટારના ઉતરેલા કપડાં ચાહકોમાં લોકપ્રિય છે. ચાહકો આ કપડાં ખરીદવા માટે બેતાબ હોય છે. આ મોડલ પોતાના ઉતરેલા, ગંદા કપડાંમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે.

અમેરિકાની સો.મીડિયા મોડલ 41 વર્ષીય માર્સેલો અલોંસોના ફોલોઅર્સ હજારોમાં છે. ઓલોંસો મોડલિંગ કરિયરથી સારી કમાણી કરે છે, પરંતુ મોટી સંખ્યામાં ચાહકો તેની પાસેથી તેના પહેરેલાં કપડાં ખરીદવા માગે છે.

માર્સેલોએ કહ્યું હતું કે તેની પાસે મોટી સંખ્યામાં આ પ્રકારની રિક્વેસ્ટ આવે છે. તેના ગંદા તથા વાસ મારતા કપડાં ખરીદવા માટે ચાહકો લાખો રૂપિયા ખર્ચ કરવા તૈયાર છે. તે પોતાના ચાહકોને ખુશ રાખવા માગે છે અને કપડાંનું વેચાણ કરે છે.

ચાહકોની આ હરકતને કારણે મોડલને પોતાના જૂન કપડાંમાંથી લાખો રૂપિયાની કમાણી થઈ રહી છે. ચાહકોની ડિમાન્ડ પર તેણે કપડાંનો સેલ પણ કર્યો હતો અને થોડીક જ ઘડીમાં તમામ કપડાં વેચાઈ ગયા હતા. મોડલની જૂની બ્રા 18 હજારમાં જ્યારે એક ગંદી પે@@ન્ટી 9 હજારમાં વેચાઈ હતી. લાઇવ ચેટ સેશન્સ દરમિયાન તેના કપડાંની ડિમાન્ડ ઘણી જ હોય છે અને તેમાં ઘણાં પૈસા મળે છે.

મોડલે કહ્યું હતું કે જેટલાં કપડાં વધુ ગંદા તેટલું ઝડપથી વેચાણ થાય છે. કોઈ પણ ફોટોશૂટમાં તેણે જે કપડાં પહેર્યા હોય, તે તરત જ વેચાઈ જાય છે. ચાહકો તેના સેક્સી કપડાં લેવા માટે રાહ જોવા પણ તૈયાર નથી. વધુમાં મોડલે કહ્યું હતું કે એક ફૅને તેની પાસેથી ચંપલ માગ્યા હતા. આ ચંપલ તેણે એક મહિના સુધી પહેર્યા હતા. મોડલ આ વાતથી ખુશ છે કે તે પોતાના ચાહકો માટે આ બધું કરી રહી છે.

You cannot copy content of this page