Only Gujarat

International TOP STORIES

ગુરુ ગ્રહ પર એક સામટા આવ્યા તોફાનો, અલગ જ તસવીર આવી સામે

બૃહસ્પતિ ગ્રહ પર આ સમયે અનેક વાવાઝોડા આવ્યા છે. તેમાંના કેટલાક એટલા મોટા છે કે સમગ્ર પૃથ્વી અંદર સમાઈ શકે છે. 25 ઓગસ્ટ, 2020ના રોજ યુ.એસ. સ્પેસ એજન્સી નાસાના હબલ સ્પેસ ટેલિસ્કોપે બૃહસ્પતિ ગ્રહનો ફોટો પાડ્યો હતો. તેમાં આ તોફાન દેખાય છે. સફેદ, નારંગી, લાલ, વાદળી અને ભૂરા રંગની દેખાતી તરંગો જ ગુરુ ગ્રહ પર એક સાથે ચાલી રહેલાં ઘણાં વાવાઝોડાં બતાવે છે.

હબલ ટેલિસ્કોપ (Hubble Telescope) દ્વારા લેવામાં આવેલા ગુરુ ગ્રહના આ ફોટામાં ઘણા તરંગો દેખાય છે. આ તરંગોને બૃહસ્પતિનું તોફાન કહેવામાં આવે છે. આ સમયે ગુરુ પર વાવાઝોડાની ગતિ 560 કિલોમીટર પ્રતિ કલાકની છે. 25મી ઓગસ્ટ પહેલા, 18મીએ ગુરુ પર બે મોટા તોફાનો આવ્યા હતા. પહેલા એવું લાગ્યું કે તેઓ જુદી જુદી ગતિએ આગળ વધી રહ્યા હતા પરંતુ બાદમાં જાણવા મળ્યું કે બંને એક સાથે આગળ વધી રહ્યા હતા.

જણાવી દઈએ કે, દર છ વર્ષે, ગુરુ ગ્રહ પર આવા અનેક વાવાઝોડા આવે છે. સામાન્ય રીતે, ફક્ત નાના વાવાઝોડા આવે છે. તેમની ગતિ ઓછી હોઇ શકે. પરંતુ આ વખતે અનેક વાવાઝોડા એક સાથે આવી ગયા છે. સફેદ, નારંગી, લાલ, વાદળી અને ભૂરા તરંગો જુદા જુદા ગેસથી બનેલા તોફાનો બતાવી રહ્યા છે.

આ તોફાનો મધ્યમાં ગોળાકાર આકાર બનાવે છે. તેમની આગળ અને પાછળ એક લાંબી પૂંછડી હોય છે. જ્યારે આ વાવાઝોડામાં તફાવત જોવા માટે હબલ ટેલિસ્કોપે અલ્ટ્રાવાયોલેટ, વિઝીબલ અને નજીકના ઇન્ફ્રારેડ લાઇટ કેમેરા સાથે અલગ અલગ ફોટા લીધા હતા. જ્યારે આ તસવીરોને જોડવામાં આવી, ત્યારે ફોટામાં એક સાથે ઘણા ભયાનક તોફાનો જોવા મળ્યાં હતા.

જણાવી દઈએ કે, બૃહસ્પતિ ગ્રહ પર તમે મોટાભાગે લાલ રંગના ગોળાકાર ધબ્બા જોયા હશે. આ ધબ્બા પૃથ્વી કરતા અનેકગણા મોટા છે. આ સમયે, આ ગોળાકાર આકાર વધુ લાલ થઈ ગયો છે. તેનું કદ પણ થોડું વધ્યું છે. આ સાથે નાસા (NASA)ના વૈજ્ઞાાનિકોએ અનુમાન લગાવ્યું છે કે આ લાલ વર્તુળમાં પણ એક મોટું તોફાન આવ્યું છે.

જે મોટા ધબ્બાની વાત અહીં કરી રહ્યા છીએ તે 9800 મીલ વ્યાસનો છે એટલેકે 15771 કિલોમીટર. આ ધબ્બાને સાયન્ટિસ્ટ ગ્રેટ રેડ સ્પોટના નામથી બોલાવે છે. તેની ઠીક નીચે એક ધબ્બો છે. જે આખો લાલ નથી. આ રંગ બદલાતો રહે છે. પરંતુ સાયન્ટિસ્ટ તેને રેડ સ્પોટ જુનિયરનાં નામથી બોલાવે છે.

નાસાના વૈજ્ઞાાનિકે એક વાતનું વિશ્લેષણ કર્યું છે કે, 1930ના દાયકાથી અત્યાર સુધીમાં, બૃહસ્પતિ ગ્રહ પરના તોફાનોનો આકાર અગાઉની તુલનામાં ઘટી ગયું છે. જો કે, તોફાનોના આકારમાં થયેલા આ પરિવર્તનને દુનિયાભરનાં વૈજ્ઞાનિકો દ્વારા હજી સુધી સમજી શકાયું નથી. આ પઝલ હજી હલ થઈ નથી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page