Only Gujarat

FEATURED International

પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે આ એક જોખમ, NASAએ વ્યક્ત કરી મોટી ચિંતા

ન્યૂયોર્કઃ કોરોના સામે લડાઈ લડી રહેલા વિશ્વ સામે 2020ની વધુ એક આફત આવી શકે છે. NASAના વૈજ્ઞાનિકોએ ભવિષ્યવાણી કરી કે 3 નવેમ્બરે યોજાનાર અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીના એક દિવસ અગાઉ પૃથ્વી પર એક નાનો ઉલ્કાપિંડ ટકરાઈ શકે છે. આંકડા અનુસાર આ અવકાશી પિંડની પૃથ્વી સાથે ટકરાવવાની શક્યતા 0.41 ટકા છે.

સીએનએનના રિપોર્ટ અનુસાર, નાસાના વૈજ્ઞાનિકોએ ભવિષ્યવાણી કરી છે કે 0.002 કિ.મી. (6.5 ફૂટ)ના વ્યાસવાળું નાનું ઉલ્કાપિંડ ‘2018VP1’અમેરિકન ચૂંટણીના એક દિવસ અગાઉ પૃથ્વીની નજીકથી પસાર થશે. આ ઉલ્કાપિંડ પ્રથમવાર 2018માં કેલિફોર્નિયાની પાલોમર લેબ દ્વારા ઓળખ કરવામાં આવી હતી.

નાસાએ જણાવ્યું કે, આ ઉલ્કાપિંડના ધરતી સાથે ટકરાવવાથી 3 સંભવિત અસરો જોવા મળી શકે છે. પરંતુ અમેરિકન સ્પેસ એજન્સીએ 21 એનાલિસિસ અનુસાર 12.968 દિવસનો અંતર નક્કી કર્યું છે. આ એનાલિસિસ અનુસાર ઉલ્કાપિંડની ટક્કરથી વધુ અસર નહીં પડે.

ગત અઠવાડિયે જ એક કાર જેટલો ઉલ્કાપિંડ પૃથ્વીની ઘણી નજીકથી પસાર થયો છે. ચોંકાવનારી અને ચિંતાજનક વાત એ હતી કે તેના વિશે વૈજ્ઞાનિકોને તેના ધરતી નજીકથી પસાર થયા બાદ ખબર પડી. નાસાએ કહ્યું કે, આ ઉલ્કાપિંડ રવિવારે ભારતીય સમય અનુસાર રાતે 9.38 કલાકે હિંદ મહાસાગરથી 2950 કિ.મી. ઉપરથી પસાર થયો હતો. ઉલ્લેખનીય છે કે, મોટી સંખ્યામાં નિયર અર્થ ઉલ્કાપિંડ (NEAs) ધરતીથી સુરક્ષિત અંતરે પસાર થતા હોય છે. સામાન્ય રીતે તેમનું અંતર પૃથ્વીથી ચંદ્રના અંતર કરતા વધુ હોય છે.

રેકોર્ડ-સેટિંગ સ્પેસ રૉક, ઉલ્કાપિંડ 2020 QGની પ્રથમ તસવીર નાસા દ્વારા ફંડેડ એક ફેસિલિટી દ્વારા નિકટત્તમ બિંદુથી પસાર થયાના 6 કલાક બાદ લેવામાં આવી હતી જ્યારે આ ઉલ્કાપિંડ પૃથ્વીથી દૂર નીકળી ગયો હતો. SUV આકારના ઉલ્કાપિંડની શોધ IIT-Bombayના 2 મિત્રોએ કરી હતી.

વાસ્તવમાં આઈઆઈટીના સ્ટુડન્ટ કૃણાલ દેશમુખ અને કૃતિ શર્મા નિયર અર્થ એસ્ટેરોઈડ શોધવાના એક રિસર્ચ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો. આ દરમિયાન તેમણે કેલિફોર્નિયાના રોબોટિક Zwicky Transient Facility, (ZTF)ના ડેટાના ઉપયોગ કરીને અમુક જ કલાકમાં આ ઉલ્કાપિંડને શોધ્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page