Only Gujarat

FEATURED International

આ યુવાનનું 45 મિનિટ સુધી હ્રદય રહ્યું બંધ, પરિવાર દુ:ખી હતો અને યુવાન પાછો જીવતો થયો

દુનિયામાં હાજર દરેક વ્યક્તિનાં મનમાં ક્યારેક તો એવું જાણવાની ઈચ્છા હોય છેકે, આખરે મોત બાદ માણસની સાથે શું થાય છે? અત્યાર સુધી તેનો જવાબ કોઈ આપી શક્યુ નથી. પરંતુ 45 વર્ષનાં માઈકલ નેપિન્સ્કી તે શખ્સ છે, જે મર્યા બાદ 45 મિનિટ પછી ફરીથી જીવત થઈ ગયા હતા. જી હા, અત્યાર સુધી તમે વાર્તાઓમાં સાંભળ્યુ હશે કે, મોત બાદ કોઈ ફરીથી જીવીત થઈ ગયુ હોય,પરંતુ આ કોઈ વાર્તા નથી પરંતુ હકીકત છે. ડોક્ટર્સે પણ કહ્યુ છેકે, આ કોઈ આશ્રર્યથી કમ નથીકે, તેમનું હ્રદય 45 મિનિટમાં એકવાર પણ ધડક્યુ નથી. પરિવારનાં લોકો જે તેમના મોતથી દુખી હતા,તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

45 વર્ષનાં માઇકલ નપિનસ્કી 7 નવેમ્બરે માઉન્ટ રેનિયર નેશનલ પાર્કમાં સ્કીઈંગ કરી રહ્યા હતા. વધારે બરફ હોવાને કારણે તેઓ પોતાના સાથીથી છૂટા પડી ગયા હતા અને પછી ખોવાઈ ગયા હતા.

જ્યારે તે પાછા ન આવ્યા ત્યારે રેસ્ક્યૂ ટીમને પર્વત પર મોકલવામાં આવી. બરફનાં પહાડોની વચ્ચે માઇકલને શોધવામાં આવ્યા પરંતુ તે ક્યાંય મળ્યા નહી. એક દિવસ પછી, રેસ્ક્યૂ ટીમના બચાવકર્તાઓને 8 નવેમ્બરના રોજ તે મૃત અવસ્થામાં મળ્યા હતા.

હેલિકોપ્ટર દ્વારા માઇકલ નપિન્સ્કીને લાવવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન, જ્યારે ડોક્ટરોએ તેમને તપાસ્યા ત્યારે તેમનું હૃદય કામ કરતું બંધ થઈ ગયુ હતુ અને ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

તે લગભગ 45 મિનિટ સુધી મૃત રહ્યા, છતાં ટીમોએ તેમને એક એક્સ્ટ્રાકોર્પોરિયલ ઝિલ્લી ઓક્સિજનેશન (ઇસીએમઓ) મશીન પર પહોંચાડી દીધા. ડોકટરો હિંમત હાર્યા નહીં અને એક મૃત માણસને જીવતો કરવાનો કરિશ્મા કરી બતાવ્યો હતો.

ડોક્ટર્સની સાથે-સાથે માઈકલનાં પરિજન પણ આશ્ચર્યચકિત હતા. કેવી રીતે તેમણે મરેલા વ્યક્તિને જીવતો કરવાનો કરિશ્મા કરી દેખાડ્યો હતો.

મોતના મુખમાંથી પાછા ફર્યા બાદ તેણે પોતાનો અનુભવ લોકો સાથે શેર કર્યો હતો. તેણે કહ્યુકે, આ કોઈ ભયાનક સપના કરતાં કમ ન હતુ. ડોક્ટરોએ મને જીવીત કરીને નવું જીવન આપ્યુ છે, હવે હું મારું જીવન બીજાને સમર્પિત કરવા માંગુ છું. જણાવી દઈએકે, તેમને હાલમાં 10 તારીખે જ ભાન આવ્યુ છે.

જણાવી દઈએકે, ઇસીએમઓ દ્વારા, બ્લડ શરીરમાંથી હાર્ટ-ફેફસાંના મશીનની બહાર પંપ કરવામાં આવે છે, જે કાર્બન ડાયોક્સાઇડ દૂર કરે છે અને શરીરમાં ઓક્સિજનથી ભરપૂર લોહીને પેશીઓમાં મોકલે છે.

આ પ્રક્રિયા હાલમાં કેટલાક COVID-19 દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે, પરંતુ તે ખૂબ જ મુશ્કેલ, ખર્ચાળ અને જોખમી સારવાર છે. જેમાં દર્દીની બચવાની સંભાવના ઓછી રહે છે.

ફોટામાં દેખાતું મશીન જ ECMO મશીન છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ નવજાત શિશુઓ માટે થાય છે, પરંતુ તેનો ઉપયોગ પુખ્ત વયના લોકોમાં પણ થાય છે. અમેરિકામાં ફકત 264 હોસ્પિટલોમાં ઇસીએમઓ મશીનો છે.

You cannot copy content of this page