Only Gujarat

Bollywood FEATURED

‘રાજા હિંદુસ્તાની’માં કરિશ્માએ આમિરને કરી હતી સૌથી લાંબી કિસ, શું હતી હાલત?

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રસ કરિશ્મા કપૂર અને એક્ટર આમિર ખાનની જોડી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે, પણ વર્ષ 1996માં રિલીઝ થયેલી આ જોડીની ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ દર્શકોના મનમાં આજે પણ વસેલી છે. 24 વર્ષ પહેલાં રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી અને કરિશ્મા કપૂરનું નસીબ બદલાઇ ગયું હતું. આ ફિલ્મમાં એક ખાસ સીન ખૂબ જ ચર્ચામાં હતો. તો અમે તમને જણાવીએ આ ફિલ્મ સાથે જોડાયેલો ખાસ કિસ્સો.

વર્ષ 1996માં આવેલી આ ફિલ્મને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો. ફિલ્મના એક સીનની ખૂબ જ ચર્ચા થતી હતી. આ સીન હતી કરિશ્મા અને આમિર ખાન વચ્ચે થયેલો કિસિંગ સીન. આ સીન તે દરમિયાન ખૂબ જ ચર્ચામાં હતો જ્યારે કરિશ્માએ ખુદ એક ઇન્ટરવ્યૂમાં દરમિયાન રાઝ ખોલ્યો હતો કે, તે આ સીનને કરતી વખતે ખૂબ જ કંપી રહી હતી.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન કરિશ્માએ જણાવ્યું કે, ‘રાજા હિન્દુસ્તાની સાથે ઘણી યાદો છે પણ આ ફિલ્મ આવી ત્યારે લોકો વચ્ચે ફિલ્મનો કિસિંગ સીન ખૂબ જ ચર્ચામાં હતો, પણ આ ફિલ્મમાં તે કદાચ નહોતા જાણતા કે, આ સીનને શૂટ કરવા માટે અમે ત્રણ દિવસ લગાવ્યા હતાં. હું કંપી રહી હતી. વિચારતી હતી કે ક્યારે પુરો થશે આ કિસ સીન. કેમ કે ફેબ્રુઆરી મબિનામાં ઉંટીમાં એટલી ઠંડી હતી અને આ સીન સાંજે 6 વાગ્યે ફિલ્માવવામાં આવ્યો હતો.’

ઉલ્લેખનીય છે કે, આમિર ખાન અને કરિશ્મા કપૂર સ્ટારર ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ 15 નવેમ્બર 1996માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ તે સમયે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ફિલ્મે સિનેમાઘરોમાં અનેક રેકોર્ડ તોડ્યા હતાં. ફિલ્મનું નિર્દેશન ધર્મેશ દર્શને કર્યું હતું. ફિલ્મમાં કરિશ્મા આમિર ઉપરાંત સુરેશ ઓબેરોય, અર્ચના પૂરન સિંહ, જોની લિવર, ફરીદા જલાલ સહિતના સ્ટાર હતાં.

આ ફિલ્મની સ્ટોરી એક શહેરની અમીર છોકરી અને ટેક્સી ડ્રાઇવરની પ્રેમ કહાણી પર આધારિત હતી. ફિલ્મમાં કરિશ્મા પોતાના જન્મદિવસે ફ્રેન્ડ સાથે રજા માટે જાય છે. ત્યાં તેમની મુલાકાત રાજા નામના ટેક્સી ડ્રઇવર સાથે થાય છે.

આ દરમિયાન બંનેને પ્રેમ થઈ જાય છે. જોકે, કરિશ્માના પિતા તેમના લગ્નની વિરુદ્ધ હોય છે, છતાં તે આમિર ખાન સાથએ લગ્ન કરી લે છે. અહીંથી શરૂ થાય છે ફિલ્મની રિઅલ કહાણી. આ ફિલ્મને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો.

You cannot copy content of this page