Only Gujarat

Bollywood TOP STORIES

કેન્સરને હરાવ્યા બાદ સંજુબાબાએ અહીંયા મનાવી દિવાળી, પરિવાર સાથે ખુશખુશાલ મળ્યો જોવા

મુંબઈઃ કેન્સર જેવી ઘાતક બીમારીને હરાવ્યા પછી સંજય દત્તે તેનો પહેલો તહેવાર દિવાળીની ઉજવણી કરી હતી. તેમણે મુંબઈમાં નહીં પણ દુબઈમાં પત્ની માન્યતા દત્ત અને બાળકો સાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી. આ અવસરે સંજયે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પરિવાર સાથેનો ફોટો શેર કર્યો હતો. જેમાં તેમની તેમના ઉપરાંત આખો પરિવાર મેચિંગ કપડામાં જોવા મળી રહ્યો છે. તો, સંજય દત્ત સફેદ વાળ અને કાળા કલરની પઠાણી સૂટ પહેરેલો જોવા મળી રહ્યો છે. સંજયે જે ફોટો શેર કર્યો છે, તેમાં પત્ની માન્યતા અને દીકરી ઇકરા ડાઇનિંગ ટેબલ પર બેઠા છે, તો દીકરો શહરાન પિતા સાથે ઊભો છે. સંજયે ફોટો શેર કરી લખ્યું કે, ‘પરિવાર સાથેના સેલિબ્રેશન કરતાં સારી કોઈ વસ્તુ હોતી નથી. તમને દરેકને સુરક્ષિત દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ.’

સંજય દત્તે શેર કરેલા ફોટોમાં તેમનો ચહેરો થોડો ફુલાયેલો લાગી રહ્યો છે, જોકે તેમના ચહેરા પર પરિવાર સાથે હોવાની ખુશી પણ જોવા મળી રહી છે. હળવા સ્મિત સાથે સંજય દીકરા સાથે પોઝ આપતો પણ જોવા મળી રહ્યો છે.

માન્યતાએ આ દરમિયાન ઓરેન્જ કલરનો શરારા પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. સાથે જ તેમણે પોતાના બંને બાળકોને પણ મેચિંગ ડ્રેસ પહેરાવ્યા હતાં.

દિવાળી પહેલાંની રાતે સંજય તેમના ફ્રેન્ડ્સ અને પત્ની સાથે એન્જોય કરતો જોવા મળ્યો હતો. તે આ દરમિયાન જૂના ગીતો સાંભળતા પણ જોવા મળ્યો હતો.

સંજય ફ્રેન્ડ્સ સાથે પોઝ પણ આપ્યો હતો. આ ફોટો માન્યતાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યા હતાં.

માધુરી દીક્ષિતે આ વખતે ખૂબ સિમ્પલ રીતે દિવાળી સેલિબ્રેટ કરી હતી. તેમણે લાલ બોર્ડરવાળી રોયલ બ્લૂ રંગની સાડે પહેરી ફોટો શેર કરી દરેકને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

રવીના ટંડને જ્યાં કરવા ચૌથ પતિ વગર ઉજવી હતી તો ત્યાં પણ અનિલ થડાની તેમની સાથે નહોતાં. તેમણે બંને બાળકો સાથે મા લક્ષ્મીની પૂજા કરી હતી.

રવીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર રાની કલરનો શરારા પહેરેલો ફોટો શેર કર્યો. જેમાં તેમણે બંને હાથમાં દીવા રાખ્યાં હતાં.

રાધિકા મદાને પણ ઘણાં દીવા સાથે બેસેલો પોતાનો ફોટો શેર કર્યો હતો.

સોનમ ચૌહાણ હાથમાં દીવાથી ભરેલી થાળી સાથે જોવા મળી હતી. તેમણે પીળા રંગનો લહેંગો પહેર્યો હતો.

You cannot copy content of this page