Only Gujarat

Bollywood FEATURED

કોરોનામાં પત્રકાર પોપટલાલની નોકરી ગઈ, હવે સોઢીના ગેરેજમાં બન્યો મિકેનિક!

તારક મહેતા કા ઉલટા ચશ્મામાં પોપટલાલનું જીવન બદલાઈ ગયું છે. બીજાની દુનિયા હલાવી નાખનાર પોપટલાલ અત્યારે ખુદને સંભાળી શકતાં નથી. લોકડાઉનને લીધે તૂફાન એક્સપ્રેસમાં તેમની નોકરી જતી રહી છે.

હવે નોકરી તો ગઈ, આ ઉપરાંત લગ્નના સંબંધની વાતો આવતી હતી, તે પણ તૂટવા લાગી. કેમ કે બેરોજગાર સાથે કોઈ છોકરી કેમ લગ્ન કરશે. આ કારણે જ પોપટલાલ ઘણાં હેરાન થઈ ગયાં છે.

પોપટલાલ એટલી જલદી હિંમત હારનારામાંથી નથી. તેમણે ગોકુલધામના લોકો સામે વાત કહી છે કે તે થોડા સમય સુધી કોઈપણ પ્રકારની નોકરી કરવા માટે તૈયાર છે. તે દરેક પાસે કામ માગી રહ્યાં છે.

પોપટલાલની વાત સાંભળી રોશનસિંહ સોઢી તેમને પોતાના ગેરેજમાં મિકેનિકની નોકરી આપવા માટે તૈયાર થઈ જાય છે. હવે અહીંથી શરૂ થાય છે રસપ્રદ વળાંક. જે પોપટલાલ અત્યાર સુધી હાથમાં કલમ રાખતાં હતાં, તે સ્ટેપની અને ટાયર સંભાળતા જોવા મળશે.

પોપટલાલે જોશ-જોશમાં સોઢીને હા તો કહી દીધી છે, પણ આ કામ તેમના માટે અઘરું સાબિત થનારું છે. તે સોઢી ગેરેજ પહોંચી તો ગયો છે, પણ ત્યાં ગાડિઓ રિપેર કરવી તેમના માટે પડકાર બની ગયો છે.

અત્યારે પોપટલાલને નોકરી કરતાં વધારે લગ્નની ચિંતા સતાવી રહી છે. તેમને એવો ડર સતાવી રહ્યો છે કે, જો નોકરી ના મળી તો કોઈ પણ છોકરી તેમની સાથે લગ્ન કરશે નહીં. આ ડરને લીધે પોપટલાલ અત્યારે મિકેનિક બની ગયાં છે.

છેલ્લાં એપિસોડમાં દેખાડવામાં આવ્યું હતું કે, નોકરી જતી રહેવાને લીધે પોપટલાલા ખૂબ જ ખરાબ રીતે ભાંગી પડે છે. તે ગોકુલધામ છોડવા સુધીનો વિચાર કરવા લાગે છે, પણ દરેક લોકોના સમજાવ્યા પછી તે પોતાનો નિર્ણય બદલી લે છે.

હવે આ બદલાયેલા અંદાજમાં પોપટલાલને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે, પણ કહેવામાં આવે છે કે, મનોરંજનના જબરદસ્ત ડોઝ મળવાના છે.

You cannot copy content of this page