Only Gujarat

FEATURED National

કરન જોહરની પાર્ટીમાં સ્ટાર્સ નશામાં થયા હતા ટલ્લી? રિપોર્ટમાં સામે આવી આ ચોંકાવનારી વાત

બોલિવૂડ અને ડ્રગ્સને લઈને આખા દેશમાં ભારે હોબાળો મચ્યો છે. સુશાંત સિંહ રાજપૂતનાં મોતની તપાસ હવે ડ્રગના કેસમાં ફેરવાઈ ગઈ છે. એનસીબી પણ આ મામલે ખૂબ જ સક્રિય હોવાનું લાગી રહ્યું છે. તમામ જાણીતા કલાકારો અને અભિનેત્રીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર જેવા નામ સામેલ છે. હવે આ કેસમાં કરણ જોહરની પાર્ટીનો પણ ઉલ્લેખ કરવામાં છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બોલિવૂડ સ્ટાર્સે આ પાર્ટીમાં ડ્રગ્સ લીધા હતા. આ કેસમાં એનસીબી તપાસ કરી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ વીડિયો પાર્ટીનો છે. આ એક વાસ્તવિક વિડિઓ છે અને તેમાં કોઈ ચેડાં કરવામાં આવ્યા નથી. સૂત્રોના હવાલેથી મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે વીડિયો વાસ્તવિક છે. તેમાં કોઈ એડિટીંગ નથી.

કહેવામાં આવી રહ્યું છે કે આ મામલે એનસીબીની ટૂંક સમયમાં મીટિંગ થવાની છે. આ બેઠકમાં આ મામલે શું કાર્યવાહી કરવામાં આવશે તેનો નિર્ણય લેવામાં આવશે.

શું છે મામલો?
છેલ્લા 1 વર્ષથી, એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. તેમાં ઘણા ફેમસ સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો કરણ જોહરની હાઉસ પાર્ટીનો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પાર્ટીમાં ડ્રગ્સનું સેવન પણ કરવામાં આવતું હતું.

પરંતુ આ કેસમાં કરણ જોહરે પહેલા જ એક નિવેદન બહાર પાડ્યું છે કે તે ન તો ડ્રગ્સ લે છે અને ન પ્રમોટ કરે છે. તેમનું કહેવું છે કે આ સમાચાર ખોટા છે કે, ગયા વર્ષે જુલાઈમાં તેના ઘરે યોજાયેલી પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કરવામાં આવ્યું હતું. તેઓએ આ વિડિઓ વિશે પહેલા પણ સ્પષ્ટતા કરી ચૂક્યા છે.

હાલમાં એનસીબીએ ધર્મા પ્રોડક્શનના ક્ષિતિજ અને અનુભવ ઉપર શિકંજો કસ્યો છે. તો, કરણનું કહેવું છે કે, તે તેમને ઓળખતો નથી. કરણે કહ્યું, બંને ધર્મા પ્રોડક્શનના એક્ઝિક્યુટિવ નથી. ક્ષિતિજ નવેમ્બર 2019માં કોન્ટ્રાક્ટ પર હતો. અનુભવે માત્ર બે મહિના જ કામ કર્યુ હતુ.

તો, સૂત્રોનું કહેવુ છે કે, ડ્રગ એંગલમાં કરણ જોહરને સમન્સ મોકલી શકાય છે. આ સિવાય પાર્ટીમાં હાજર અભિનેતા અને અભિનેત્રીની પૂછપરછ પણ થઈ શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page