Only Gujarat

International TOP STORIES

કોરોના બાદ હવે માણસનું મગજ ખાઈ જતો જીવ આવ્યો સામે, આ શહેરોમાં કટોકટી જાહેર

અમેરિકામાં મગજ ખાતું અમીબા મળી આવવાની ઘટના બાદ આઠ શહેરોમાં એલર્ટ જાહેર કરાયું છે. હકીકતમાં, મગજમાં ખાતા અમીબાની હાજરી ઘરમાં સપ્લાઈ કરવામાં આવતા પાણીમાં મળી આવી હતી. ટેક્સાસના લેક જેકસન શહેરમાં પણ કટોકટીની જાહેરાત કરવામાં આવી છે.

Naegleria fowleri નામનો આ અમીબા જો નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે તો જીવલેણ થઈ શકે છે. નાક દ્વારા આ અમીબાથી સંક્રમિત થનારા 90થી 95 ટકા લોકોના મોત થઈ જાય છે.

આ અગાઉ અમેરિકાના ટેક્સાસમાં 8 સપ્ટેમ્બરના રોજ 6 વર્ષના બાળકનું મગજ ખાતા અમીબાથી મૃત્યુ થયું હતું. તપાસ દરમિયાન બાળક અમીબાથી સંક્રમિત મળી આવ્યો હતો. સ્થાનિક અધિકારીઓ માને છે કે Naegleria fowleri નામના અમીબાના કારણે બાળકનું મોત થયુ, જે બાળકનાં શરીરમાં અથવા તો તળાવમાં રમતી વખતે અથવા ઘરમાં પાણીની સપ્લાય દ્વારા પ્રવેશ થયો હશે.

ઓગસ્ટમાં પણ, મગજ ખાતા અમીબાને કારણે 13 વર્ષના છોકરાનું ફ્લોરિડામાં મોત નીપજ્યું હતું. હવે ટેક્સાસના આઠ શહેરોના લોકોને ચેતવણી આપવામાં આવી હતી. લોકોને ઘરમાં સપ્લાઈ કરવામાં આવતા પાણીનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. જોકે બાદમાં મોટાભાગના શહેરોમાં પાણીની સાફાઈ કર્યા બાદ ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી.

અમેરિકન સીડીસીના જણાવ્યા અનુસાર, માટી, ગરમ તળાવો, નદી, ઝરણા અને સારી રીતે સંભાળ ન કરવા પર સ્વિમીંગ પુલમાં પણ મગજ ખાતા અમીબા હોઈ શકે છે. જોકે, સીડીસીનું કહેવું છેકે, Naegleria fowleri અમીબાથી મોતનાં મામલાઓ અપવાદ છે.

સીડીસી મુજબ, 2009થી 2018ની વચ્ચે અમેરિકામાં આ અમીબાથી સંક્રમણનાં 34 મામલાઓ સામે આવ્યા હતા. જો કે, 1962 થી 2018 ની વચ્ચે, 145 લોકોને ચેપ લાગ્યો હતો અને ફક્ત 4 જ બચ્યા હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page