Only Gujarat

FEATURED National

માસૂમ પૌત્રનું ગળું કાપતાં દાદાને ના આવી દયા, એક ઝાટકે પરિવારને કર્યો વેરણ છેરણ!

પંજાબના લુધિયાણા સ્થિત મયૂર વિહાર વિસ્તારમાં એક ઘરમાં ચાર લોકોની લાશ મળવાથી સનસની ફેલાઈ ગઈ. જો કે થોડી જ વારમાં આખા મામલાનો ખુલાસો પણ થઈ ગયો. એક બિલ્ડરે પોતાની પત્ની, દીકરો, વહૂ અને 13 વર્ષના પૌત્રને કુહાડીથી કાપીને મોતને ઘાટ ઉતારી દીધા. મોતના કેટલાક સમય પહેલા બાળકે મામાને ફોન કરીને આ ખૌફનાક ઘટના વિશે જણાવ્યું. મામા સાથે થયેલી બાળકની છેલ્લી વાત તમને રડાવી દેશે.

ચાર-ચાર હત્યાની થયેલી આ ઘટનામાં 13 વર્ષના સુચેત ઉર્ફે બબલાએ પોતાની માતાનું ખૂન થતું જોયું હતું. જ્યારે રાજીવ સુંડા પોતાની વહૂ પર પ્રહાર કરી રહ્યો હતો ત્યારે, બબલાએ મામા ગૌરવને ફોન કરીને તેની જાણકારી આપી. જેનાથી માનવામાં આવી રહ્યું છે કે બબલાએ પોતાની માતાની હત્યા થતી જોઈ.

પોલીસ કમિશનર રાકેશ અગ્રવાલનું એ પણ કહેવું છે કે ગરિમા પર પ્રહાર થઈ રહ્યો હતો ત્યારે બબલાએ પોતાના મામા ગૌરવને ફોન કરીને જણાવ્યું હતું દાદા અને પપ્પા એની માતાને મારી રહ્યા છે. જે બાદ ગૌરવ પોતાના પિતા સાથે ત્યાં પહોંચ્યો હતો. ત્યાં પહોંચતા જ રાજીવ પરિવારના સભ્યોને મોતને ઘાટ ઉતારી ચુક્યો હતો.

તેમણે કહ્યું કે જેવા બાળકોએ પોતાના માને ફોન કર્યો કે, તેને એવું લાગે છે કે બાળકે માતાના મોતની આખી ઘટના જોઈ છે. હવે પોલીસ રાજીવની શોધ કરવામાં લાગી છે. તેના પકડાઈ જવા બાદ જ ખુલાસો થશે કે સૌથી પહેલા કોને અને બાદમાં કોને મારવામાં આવ્યા.

પાડોશના લોકો જણાવે છે કે રાજીવ સુંડાનો પરિવાર ખુદ તો ઘરની બહાર નહોતો નિકળતો અને બાળકોને પણ ઘરની બહાર નહોતા નિકળવા દેતા. આસપાસના છોકરાઓને પણ બબલા વિશે કાંઈ જ ખબર નહોતું.

બબલા કઈ સ્કૂલમાં ભણે છે, કોઈને કાંઈ જ ખબર નહોતી. બબલાના પરિવારના લોકો ખુદ શાળાએ મુકતા જતા હતા અને ખુદ જ લેવા જતા હતા. લૉકડાઉનમાં એક જ દિવસ બબલા વિસ્તારના લોકો વચ્ચે નજર આવ્યો હતો.

You cannot copy content of this page