Only Gujarat

Bollywood

પાકિસ્તાનની આ 10 એક્ટ્રેસિસને જોઈ લેશો મેકઅપ વગર તો ઓળખી પણ નહીં શકો એ નક્કી!

બોલીવુડ સેલેબ્સને તો તમે મેકઅપ વિના જરૂર જોયા હશે. હમણા ફિલ્ટર વિનાની તસવીરો પોસ્ટ કરવાનું ચલણ વધ્યું છે. કરીના કપૂર ખાનથી લઈને અનુષ્કા શર્મા સુધી, તમામે પોતાના સોશિયલ મીડિયા પર મેકઅપ વગરની તસવીરો શેર કરી છે. પરંતુ આજે અમે તમને બોલીવુડની જ નહીં પરંતુ પાકિસ્તાનની જાણીતી અભિનેત્રીઓની મેકઅપ વિનાની તસવીરો બતાવીએ છે. ફોટોસને જોઈને તમે ઓળખી નહીં શકો.

અમ્ના ઈલ્યાસ: અમ્ના ઈલ્યાસ એક પાકિસ્તાની અભિનેત્રી અને મૉડેલ છે. તેણે 17 વર્ષની ઉંમરથી જ મૉડેલિંગ શરૂ કરી દીધું હતું. વગર મેકઅપ એક વાર અમ્નાની તસવીરો જોઈ લો. તે આવા અંદાજમાં ઓછી જ નજર આવે છે.

મેહરીન સૈયર: મેહરીન પણ પાકિસ્તાનની હૉટ મૉડેલ છે. જો કે તે મેકઅપ વગર ખૂબ જ અલગ લાગે છે. ચાહકો અનેકવાર તેને સોશિયલ મીડિયા પર વધુ મેકઅપ કરવા માટે ટ્રોલ કરી ચુક્યા છે.

મહવિશ હયાત : મહવિશ હયાત પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી છે. મહવિશની મા, રુખસાર હયાત 80ના દાયકાની જાણીતી અભિનેત્રી હતી. મહવિશને દાઊદની નવી ગર્લફ્રેન્ડ કહેવામાં આવી રહી છે. જો કે તેણે આ વાતથી ઈન્કાર કર્યો છે. મહવિશ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણી વાર ફોટોશૂટ્સની તસવીરો શેર કરે છે. મહવિશે પણ હજી સુધી લગ્ન કર્યા નથી.

સબા કમર : ઈરફાન ખાનની સાથે ફિલ્મ હિંદી મીડિયમમાં કામ કરી ચુકેલી પાકિસ્તાની અભિનેત્રી સબા કમર પણ મેકઅપ વગર અલગ લાગે છે. સબા અનેક વાર કહી ચુકી છે કે પાકિસ્તાનના નામના કારણે તેને દુનિયાભરમાં શરમ ઉઠાવવી પડી છે. સબાને લક્સ સ્ટાઈલ અવૉર્ડ, હમ અવૉર્ડ્સ અને ફિલ્મફેર અવૉર્ડ્સ માટે નૉમિનેટ કરવામાં આવી ચુકી છે.

માહિરા ખાન : માહિરા પાકિસ્તાનની સુપરસ્ટાર તો છે જ સાથે જ ભારતમાં એક જાણીતું નામ છે. તેમણે શાહરુખ ખાન સાથે ફિલ્મ રઈસ કરી છે. આ ફિલ્મ 2016માં રિલીઝ થઈ હતી. જો કે હવે પાકિસ્તાની એક્ટર ભારતની ફિલ્મોમાં કામ નથી કરી શકતા. તસવીરમાં જુઓ માહિરા મેકઅપ વિના કેવી લાગે છે.

નિદા યાસિર : નિદા યાસિરને ટીવી શૉ ગુડ મૉર્નિંગ પાકિસ્તાનને હોસ્ટ કરી સારી પૉપ્યુલારિટી મળી. નિદાને પણ મેકઅપ વગર ઓળખવી મુશ્કેલ છે. નિદાને તાજેતરમાં જ કોરોના થયો હતો.

ઈમાન અલી : ઈમાન અલીએ 2007માં આંતરરાષ્ટ્રીય સ્તર પર સમાચારોમાં આવનાર ફિલ્મ ખુદા કે લિયેથી કરિયરની શરૂઆત કરી હતી. આ સિવાય તેની ફિલ્મ બોલના પણ ખૂબ જ વખાણ થયા હતા.

હીરા તરીન : હીરા તરીન પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી હોવાથી સાથે સાથે વીજે પણ છે. હીરાએ સીરિયલ મોહબ્બત શુભ કા સિતારા હૈ, તુમ કૌન પિયા, ખુદા મેરા ભી હૈ અને બાગીમાં કામ કર્યું.

આયશા ઉમર : આયશા ઉમર અભિનેત્રી હોવાની સાથે મૉડલ અને સિંગર પણ છે. આયશાએ ખૂબસૂરત, લેડીઝ પાર્ક, જિંદગી ગુલઝાર હૈ, તન્હાઈ મેં આરઝૂ, દિલ અપના પ્રીત પરાઈ જેવી ફિલ્મો કરી છે. તસવીરોમાં જુઓ તેમનો નો મેકઅપ લૂક.

You cannot copy content of this page