Only Gujarat

Bollywood FEATURED

આ ગ્લેમરસ અભિનેત્રી છે વિદ્યા બાલની કઝિન, સાઉથમાં વાગે છે ડંકો

મુંબઈઃ સાઉથની પોપ્યુલર એક્ટ્રસ પ્રિયમણી 36 વર્ષની થઈ ગઈ છે. 4, જૂન 1984માં બેંગલુરમાં જન્મેલી પ્રિયમણીએ તેના કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી. તેમણે 2003માં તેલુગુ ફિલ્મ ‘Evare Atagaadu’થી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. આ પછી 2006માં તેમણે તમિલ ફિલ્મ ‘પરુથિવીરન’ માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રિયમણી બોલિવૂડ એક્ટ્રસ વિદ્યાબાલનની કઝિન બહેન છે.

પ્રિયમણીએ 3 વર્ષ પહેલાં 23 ઓગસ્ટ, 2017એ લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ અને બિઝનેસમેન મુસ્તફા રાજ સાથે બેંગલુરુમાં લગ્ન કર્યા હતાં. આ બંને કપલે રજિસ્ટર ઓફિસમાં સિમ્પલ લગ્ન કર્યા હતાં.

એક ઇન્ટર્વ્યૂમાં પ્રિયમણીએ કહ્યું હતું કે, ‘હું હંમેશા એક સિમ્પલ લગ્ન કરવા ઇચ્છતી હતી અને મેં એવું જ કર્યું.’

28 એપ્રિલ, 2016માં કેરલના એર્નાકુલમમાં 30 વર્ષની દલિત સ્ટૂડન્ટના ગેંગરેપ મામલે પ્રિયમણીએ કોન્ટ્રોવર્શિયલ ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, ‘ભારત છોકરીઓ માટે સેફ નથી, તેમણે દેશ છોડી દેવો જોઈએ.’

પ્રિયમણીના આ ટ્વીટ પછી લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. કેટલાક લોકોએ તેમને એન્ટી નેશનલ અને આમિર ખાનની બહેન પણ કહી દીધી હતી.

પ્રિયમણીએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ના ગીત ‘વન ટૂ થ્રી, ફોર ગેટ ઓન ધી ડાન્સ ફ્લોર’માં ગેસ્ટ અપેરિઅન્સ આપ્યો હતો. આ ઉપરાંત તે ડાયરેક્ટર મણિરત્નમની ફિલ્મ ‘રાવણ’માં અભિષેક બચ્ચન સાથે પણ જોવા મળી હતી.

પ્રિયામણીનો જન્મ 1984માં બેંગલુરુમાં થયો હતો. સ્કૂલ ઇપર્સમાં જ પ્રિયમણીએ મોડેલિગ શરૂ કર્યું હતું. ત્યારે તેમણે કાંજીવરમ સિલ્ક અને ઇરોડા સિલ્ક માટે મોડેલિંગ કરી હતી. પ્રિયમણી જ્યારે 12માં ધોરણમાં હતી ત્યારે તેમણે તમિલ ડિરેક્ટર ભારતીરાજા તેમને ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટ્રોડ્યૂસ કરી હતી.

પ્રિયમણીનું સાચુ નામ પ્રિયા વાસુદેવ મણિ અય્યર છે. તેમણે ‘મધુ’ (2006), ‘પરુથિવીરન’ (2007), ‘થિરકકથા’ (2008), ‘ચારુલતા’ (2012), ‘અબરીશા’, ‘રન્ના’, ‘માના’ અને ‘રામાયણ’, ‘ધ્વજા’, ‘નન્ના પ્રકારા’ સહિતની અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રિયમણીએ તમિલ ફિલ્મ ‘થલાઇવી’ ઉપરાંત તેલુગુ ફિલ્મ ‘વીરતા પર્વમ’, ‘અસુરન’ની રિમેક અને ‘શ્રીવેન્નેલા’ સહિતની ફિલ્મમાં કામ કર્યું હતું. આ ઉપરાંત કન્નડ ફિલ્મ ‘ડિરેક્ટર 56’માં પણ કામ કર્યું હતું.

You cannot copy content of this page