Only Gujarat

Bollywood FEATURED

બર્થ-ડે પર શિલ્પાને લાખો નહીં કરોડોમાં ગિફ્ટ આપે છે પતિ રાજ કુંદ્રા, જાણો શું-શું આપ્યું છે

મુંબઈઃ શિલ્લા શેટ્ટીએ ગઈકાલે તેનો જન્મ દિવસ સેલિબ્રેટ કર્યો હતો. શિલ્લા શેટ્ટીનો જન્મ 8, જૂન 1975માં મેંગલુરુમાં થયો હતો. અનેક બોલિવૂડની ફિલ્મોમાં કામ કરનારી શિલ્પા અત્યારે ફેમેલિ લાઇફ એન્જોય કરી રહી છે. શિલ્પા અને રાજની જોડી બી-ટાઉનમાં પરફેક્ટ જોડી છે. રાજ શિલ્પાને ગિફ્ટ આપી પોતાનો પ્રેમ જતાવે છે. રાજે શિલ્પાને મોંઘી કારથી લઈ ડાયમંડ રિંગ અને ફ્લેટ પણ ગિફ્ટ કર્યા છે.

રાજે લગ્ન દરમિયાન શિલ્પાને ડાયમંડ રિંગ ગિફ્ટ કરી હતી, જેની કિંમત 3 કરોડ રૂપિયા હતી.

રાજે શિલ્પાને ત્રીજી વેડિંગ એનિવર્સરી પર દુબઈના બુર્ઝ ખલીફામાં એક એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યો હતો, જેની કિંમત લગભગ 50 કરોડ રૂપિયા હતી.

રાજે શિલ્પાને એક બ્લૂ કલરની લેમ્બોર્ગિની કાર પણ ગિફ્ટ કરી છે. આ કારની કિંમત 3થી 5 કરોડ રૂપિયા વચ્ચે છે.

શિલ્પાને મુંબઈમાં એક સી-ફેસિંગ વિલા પણ ગિફ્ટમાં મળ્યો છે. આ વિલાનું નામ કિનારા છે. શિલ્પા ફેમિલિ સાથે અહીં જ રહે છે. રાજે 2012માં નોઇડાના સુપરનોવા બિલ્ડિંગમાં એક 3000 સ્ક્વેયર ફૂટનો ફ્લેટ લીધો હતો, જે તેમણે વાઇફ શિલ્પાને ગિફ્ટ કર્યો હતો.

સેન્ટ્રલ લંડનમાં રાજે શિલ્પા માટે એક 7 કરોડ રૂપિયાનો ફ્લેટ પણ લીધો છે. આ ફ્લેટને શિલ્પાએ ખુદ ડિઝાઈન કર્યો છે. લંડનના વેયરબ્રિજ સામે એક આલીશાન બંગલો પણ ગિફ્ટ કર્યો છે. આ બંગલાનું નામ રાજ મહેલ છે.

શિલ્પાના એક્ટિંગ કરિયરની વાત કરીએ તો તે વધુ ખાસ રહ્યું નથી. તેમણે 1993માં આવેલી ફિલ્મ ‘બાજીગર’થી ડેબ્યુ કર્યું હતું. આ ઉપરાંત તેમણે ‘મૈં ખિલાડી તુ અનાડી’, ‘છોટે સરકાર’, ‘હિંમત’, ‘ઔજાર’, ‘આઝાદ’, ‘ધડકન’, ‘જંગ’, ‘ઇન્ડિયન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, શિલ્પા છેલ્લા 12 વર્ષથી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી.

શિલ્પા અને રાજે 2009માં લગ્ન કર્યા હતાં. આ કપલને બે બાળકો છે.

You cannot copy content of this page