Only Gujarat

FEATURED National

જાણીતા સિંગરે ભાગીને કર્યાં લગ્ન પણ પરિવાર સતત આપતો ધમકી

બિહારમાં લવ મેરેજનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પારિવારિક વિરોધ બાદ બંનેએ લગ્ન કરી લીધાં અને તેઓ મુંબઈ ચાલ્યા ગયા. ત્યારબાદ તેમના સંબંધીઓ તરફથી મળતી ધમકીથી ડરીને બંને બિહાર પાછા આવ્યા અને એસપી પાસે પોતાનું રક્ષણ માંગવાનું શરૂ કર્યું.

આ કેસ કૈમૂર જિલ્લાના ભગવાનપૂરનો છે. જ્યાં ભોજપુરી ગાયકને પાડોશમાં રહેતી છોકરી જોડે પ્રેમ થઇ ગયો હતો. ગયા મહિને આ બંનેના લગ્ન આર્ય સમાજ મંદિર અને કોર્ટમાં થયા હતા. આ પછી તેઓ બંને મુંબઈ ચાલ્યા ગયા હતા. ત્યારબાદ બંને પરિવારો વચ્ચે વિવાદ શરૂ થયો અને મામલો એટલો વધી ગયો કે બંનેએ કૈમૂરના એસપી દિલનવાઝ અહેમદ પાસે તેમની સુરક્ષાની માંગ કરવી પડી.

તે જ સમયે, યુવતીના પરિવારે પણ પોલીસને વિનંતી કરી હતી કે તે યુવતીને પોતાની સાથે લઇ જાય. પરંતુ યુવતીએ તેના પરિવાર સાથે જવાની ના પાડી હતી. એસપી દિલનવાઝ અહેમદે બંનેના માતા-પિતાને સમજાવ્યા અને આ લગ્ન સ્વીકારવા કહ્યું.

આ દરમિયાન, યુવતી વારંવાર તેના પરિવારજનોને કહેતી હતી કે હું મરી જઈશ પણ મારા પરિવાર સાથે જઇશ નહીં. અગાઉ, મારા પરિવારના સભ્યો દ્વારા મને 8 મહિના સુધી મારા જ ઘરમાં બંધક બનાવવામાં આવી હતી. જે પછી અમે ભાગ્યા અને લગ્ન કરી લીધાં.

ભોજપુરી ગાયક ઢૂન મૂન રાજારસિયાએ કોરોના સમયગાળા દરમિયાન કૈમૂર પ્રસાશન વતી લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે. આ સાથે જ, ભોજપુરીના ઘણા મોટા કલાકારો પવનસિંહ, ખેસારી યાદવ અને કલ્લુ સાથે પણ કામ કર્યું છે. તે છોકરીને પણ ગાયક બનાવવા માંગે છે.

You cannot copy content of this page